પાલિકા ચૂંટણી પ્રચારમાં પ્રથમ જાહેર સભા દિલ્હીના ધારાસભ્ય નરેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25
વાપી નગરપાલિકાના ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ ઝુકાવ્યું છે ત્યારે પ્રચારનો દોર પણ દબદબાપૂર્વક આપ દ્વારા ચલાવાઈ રહ્યો છે. ગત રાત્રે વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા યોજાઈ હતી.
આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સુરતના આપના કોર્પોરેટર, પ્રદેશ નેતા અને જિલ્લા અગ્રણીઓ જોતરાઈ ચૂક્યા છે. પ્રચાર માટે ખાસ દિલ્હીના ધારાસભ્ય શ્રી નરેન્દ્ર યાદવ વાપી આવી પહોંચ્યા હતા અને વોર્ડ નં.7માં યોજાયેલ જાહેરસભાને તેઓએ સંબોધી હતી.
પાલિકા ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર, બાઈક રેલી, રીક્ષા પ્રચારનો દોર સતત ચાલુ છે. પણ જાહેરસભાનું પ્રથમવાર આયોજન આમ આદમી પાર્ટી દ્વારાકરાયેલું જોવા મળ્યું હતું. વોર્ડ નં.7ના આપના ઉમેદવાર શ્રી અરવિંદ યાદવ માટે જીતાડવાની નેતાઓએ અપીલ કરી હતી.