January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.29
ચીખલી તાલુકાના માંડવખડક ગામે આઇટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા અગાસી આઇટીઆઈમાં સહ વિદ્યાર્થીઓના એન્‍ટીજન ટેસ્‍ટ કરી તકેદારીના પગલાં ભરવામાં આવ્‍યા હતા. જોકે તમામ 22-જેટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થઈ હતી. પરંતુ હંગામી ધોરણે વર્ગ બંધ કરી દેવાયો હતો.
માંડવખડકના તાડપાડા વિસ્‍તારની રહીશ 17-વર્ષીય વિદ્યાર્થીની કે જે અગાસી આઇટીઆઇમાં કોમ્‍યુટરના વિષયમાં અભ્‍યાસ કરે છે. જેને શરદી-ઉધરસની તકલીફ બાદ ટેસ્‍ટ કરવામાં આવતા કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવતા તેણીને હોમ આઇસોલેશન કરાવી ઘરના ત્રણ વ્‍યક્‍તિઓને હોમ કોરોન્‍ટાઇન કરવામાં આવ્‍યા હતા.
બીજી અગાસી આઇટીઆઇમાં સહ વિદ્યાર્થીઓ સ્‍ટાફ સહિત 22-જેટલા એન્‍ટીજન,આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.આ ઉપરાંત ઘરના વ્‍યક્‍તિઓના પણ ટેસ્‍ટ કરાતા તમામના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત થવા પામી હતી. જોકે આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અગાસી આઇટીઆઇમાં કોમ્‍પ્‍યુટરનો વર્ગ બંધ કરાવી દેવામાં આવ્‍યો હતો.અગાસી આઇટીઆઇમાં વિદ્યાર્થીની પોઝેટીવ આવી હોવાની વાત વાયુવેગે સોશિયલ મીડિયામાં પ્રસરતા આઇટીઆઈમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હોવાનું જાણવા મળ્‍યું હતું.
માંડવખડક પીએચસીના મેડિકલ ઓફિસર ડો.ચંદ્રકાંતભાઈના જણાવ્‍યાનુસાર અગાસી આઇટીઆઈમાં માંડવખડકની વિદ્યાર્થીની પોઝેટીવ આવતા વિદ્યાર્થીઓના રિપોર્ટ કરવામાં આવ્‍યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્‍યા હતા. અગાસી આઇટીઆઈના આચાર્ય શ્રી અલ્‍પેશભાઈના જણાવ્‍યાનુસાર માંડવખડકની વિદ્યાર્થીની પોઝેટીવ આવતા કોમ્‍પ્‍યુટરનો વર્ગ તકેદારીના ભાગરૂપે એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્‍યો છે અને આરોગ્‍ય વિભાગ દ્વારા અન્‍ય વિદ્યાર્થીઓ તથા સ્‍ટાફના પણ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે.

Related posts

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

સેલવાસ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમે ગેરકાયદેસર દારૂ ભરીને જતી ગાડીને ઝડપી પાડી

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

પારડીના ભરચક વિસ્‍તારમાં કારનો કાચ તોડી બેગ ઉઠાંતરીનો પ્રયાસ

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

Leave a Comment