Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

  • સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના અનુ.જાતિના ગામોમાં લોકોએ મનાવેલો આનંદ-ઉત્‍સવ

  • ઠેર ઠેર ફટાકડા ફોડી અને મિઠાઈઓ વહેંચી દીવ ન.પા.ના પ્રમુખ તરીકે નિમાયેલા હેમલતાબેન સોલંકીનો કરેલો જય જયકાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.17: દીવ નગર પાલિકાના પ્રમુખપદે આશ્ચર્યજનક રીતે વોર્ડ નં. 13ના કાઉન્‍સિલર સુશ્રી હેમલતાબેન સોલંકી ઉપર કળશ ઢોળી ભાજપે મોટો માસ્‍ટર સ્‍ટ્રોક માર્યો છે. 13 સભ્‍યોનું કદ ધરાવતી દીવ નગર નગરપાલિકાનાં અનુ.જાતિના કાઉન્‍સિલર સુશ્રી હેમલતાબેન સોલંકીની પ્રમુખ પદની સામાન્‍ય બેઠક ઉપર વરણી કરવાનો ભાજપે ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

દીવ ન.પા.ના પ્રમુખ પદે સુશ્રી હેમલતાબેન સોલંકી બિરાજમાન થયા હોવાના સમાચાર દમણ અને દાદરા નગર હવેલીમાં પ્રસરતા અનુ.જાતિના ગામોમાં આનંદ અને ઉત્‍સવનું વાતાવરણ જોવા મળ્‍યું હતું. ઠેરઠેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી આનંદ ઉત્‍સવ મનાવવામાં આવ્‍યો હતો.

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ00 વર્ષના ઈતિહાસમાં કોઈ એક દલિત વ્‍યક્‍તિની નગર પાલિકા કે જિલ્લા પંચાયતના પ્રમુખપદે નિયુક્‍તિ થઈ હોય એવી આ પહેલી ઘટના છે. તેથી પ્રદેશના ભાજપ અનુ.જાતિ મોરચાએ પણ ભાજપના પ્રદેશ અને જિલ્લા કાર્યાલયોમાં સુશ્રી હેમલતાબેન સોલંકીની પ્રમુખપદે થયેલી વરણીને આવકારવામાં આવી હતી.

Related posts

ચીખલીના મલિયાધરાથી દારૂ ભરેલ કાર ઝડપાઈઃ રૂ. ૫.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં દમણની કુ. ઈશ્વરી ચોનકરે સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં જીતેલા બે ગોલ્‍ડ મેડલ

vartmanpravah

વલસાડ પારનેરા ડુંગર સ્‍થિત રામેશ્વર મહાદેવના મંદિર રિપેરીંગ કામે આવતા મજુરે ચોરી કરી

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

Leave a Comment