Vartman Pravah
Breaking Newsવાપી

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
પ્રજ્ઞાચક્ષુ ખેલાડી કેતન પટેલના પિતા બાબુભાઇ પટેલ હાલની આર્થિક સમસ્‍યાથી ઝઝૂમી રહ્યાં છે. વલસાડ જિલ્લાના ફ્‌લધરા ગામે આવેલ જલારામ બાપાનું ધામ ધાર્મિક અને પર્યટન સ્‍થળ તરીકે ઓળખવામાં આવે છે.એ ધામમાં આવતા ભક્‍તો અને પ્રવાસી માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે એજગામના બ્‍લાઇન્‍ડ ક્રિકેટરના પિતા બે ટાઈમ જમીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
શ્રી કેતનભાઈ પટેલ જિલ્લા વલસાડના ફલધરા ગામનાં વતની વર્લ્‍ડ કપ 2017ની વિજેતા ટીમનાં ખેલાડી શ્રી કેતનભાઈ પટેલ બ્‍લાઇન્‍ડ સ્‍કુલમાં ભણ્‍યા હતા. બ્‍લાઇન્‍ડ સ્‍કૂલમાં ક્રિકેટની તાલીમ મળી હતી. 2006માં પહેલીવાર વર્લ્‍ડકપ પ્‍લેયર તરીકે પસંદગી થઇ હતી. ક્રિકેટનો શોખ નાનપણથી હતો. અન્‍ય પ્રજ્ઞાચક્ષુ ખેલાડીને જોઇ પ્રેરણા મળી હતી અને કોચ દ્વારા પણ સારી તાલિમ મળી હતી.પહેલી વાર વલસાડની ટીમમાં પસંદગી થઈ, 2014માં આંતરરાષ્‍ટ્રીય ખેલાડી તરીકે પસંદગી, ભારતમાં બે વખત બ્‍લાઇન્‍ડ ક્રિકેટ વર્લ્‍ડ કપ રમાયો છે. ભારતે બે વાર બ્‍લાઇન્‍ડ ક્રિકેટ વર્લ્‍ડ કપ જીત્‍યો છે.
બ્‍લાઇન્‍ડ ખેલાડીઓ આર્થિક સ્‍થિતિ એટલી હદે કથળી છે કે પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પાસે રોજગાર નથી. એક સમયે ભારત દેશને ટ્રોફી અપાવનાર ખેલાડીને કોઈ સંસ્‍થા કે સરકાર દ્વારા કે રાજકારણીઓ દ્વારા મદદ નહી કરવામાં આવતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આર્થિક સમસ્‍યાથી ઝઝૂમી રહ્યાં છે. ખેલાડીઓની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્‍કેલ છે. સચિનની સાથે સરખામણી ખુશીની વાત કરીએ તો કેતન ચાર વર્લ્‍ડ કપ જીતી ચુકયાં છે. બ્‍લાઇન્‍ડ ક્રિકેટના ખાસ નિયમો હોય છે બોલિંગ અન્‍ડર આર્મ થાય છે.
પાકિસ્‍તાન જવામાટે પરિવારની પાસે આર્થિક સ્‍થિતિ ન હતી. કેતન પશુપાલન દ્વારા ગુજરાન ચલાવે છે. પરિવારનાં લોકો સફળતાથી ખૂબ ખૂશ થાય છે. પ્રધાનમંત્રી સાથેની મુલાકાતનો આનંદ કર્યો છે. 2012ની વર્લ્‍ડકપ ટીમમાં 5 ગુજરાતનાં ખેલાડી છે. રિઝર્વેશન વગર ટ્રેનમાં ખેલાડીઓએ કરી યાત્રા હતી.
સરકારે પણ બ્‍લાઇન્‍ડ ખેલાડીઓની નોંધ લીધી નથી. સમાજ પણ બ્‍લાઈન્‍ડ ક્રિકેટને સ્‍વીકારી રહ્યોં છે. વર્લ્‍ડ કપની જીતનો ઉત્‍સાહ સારો હતો.પરંતુ જેમ અન્‍ય ક્રિકેટરને જેટલું માન સન્‍માન મળે છે તેટલું એમને નથી મળતુ. કેતને મેન ઓફ ધ મેચ અને સિરિઝ પ્રાપ્ત કર્યા છે.
કેતન વર્લ્‍ડ કપ ફાઈનલ મેચમાં ઇજાગ્રસ્‍ત થયા હતા. કેતને ફાઇનલમાં 2 વિકેટ લીધી હતી. કેતને ફાઇનલમાં 26 રન બનાવ્‍યા હતા. ભારતે પાકિસ્‍તાનને હરાવી ફાઈનલ જીતી. ટી-20 બ્‍લાઇન્‍ડ વર્લ્‍ડ કપ 2017 ભારતે જીત્‍યો છે. છતાં હાલ પરિસ્‍થિતિ ઘરની એટલી હદે ખરાબ છે કે કેતનના પિતાને જલારામ અન્ન ક્ષેત્રમાં પોતાનું પેટ ભરી ગુજરાન ચલાવવાની નોબત આવી રહી છે જેની પાછળનું કારણ વલસાડ જિલ્લાના રાજકારણીઓ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને સન્‍માન અને વિવિધ સવલત આપવામાં અખાડા થતા એક સમયે દેશ માટે ટ્રોફી લાવનાર ખેલાડીની સ્‍થિતિ વિકટ બની છે.

Related posts

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

Leave a Comment