September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ ખાતે સ્‍ટાફ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: અત્રે ચણોદ સ્‍થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજના સ્‍ટાફ માટે રોજબરોજના શૈક્ષણિક કાર્ય અને દૈનિક કાર્યની વ્‍યવસ્‍તતામાં કેવી રીતે આનંદિત જીવન વ્‍યતિત કરવા માટે જ્ઞાનપૂર્ણ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિષ્ઠિત ‘‘મનસ્‍વિન એજ્‍યુકેશન” ના વિલાસ ઉપાધ્‍યાય અને રચના ઉપાધ્‍યાયની જોડી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. વક્‍તાઓએ સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ, શાંતિપૂર્ણ જીવન જીવવાની ચાવીઓ, ટીમ નિર્માણ અને સુમેળપૂર્વક સાથે કામ કરવાની કળા વિશે તેમના પ્રવચનમાં ચર્ચા કરી જીવનમાં દરેકે પોતાના બાળપણને જીવિત રાખવાનું છે. જેમના જીવનમાંથી બાળપણ ગયુ તેઓ નિરાશા સાથે જુવાનીમાં પણ ઘડપણનું જીવનવિતાવે છે. તેઓએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જટિલ સિદ્ધાંતોને સરળતાથી સમજવ્‍યા હતા. કૉલેજના પ્રિન્‍સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે સ્‍ટાફના સભ્‍યોને આવા અમૂલ્‍ય પાઠો આપવા બદલ મનસ્‍વિન એજ્‍યુકેશનનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા યોજાઈ વિશેષ મહિલા ગ્રામસભાઃ મોદી સરકારે પ્રદેશમાં રહેતા તમામ લોકોનું સલામત બનાવેલું ભવિષ્‍ય

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પ્રદેશમાં કોરોનાના કેસો વધતા સંઘપ્રદેશમાં ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો આદેશ : ઓનલાઈન ક્‍લાસો ચાલશે

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુરના માલનપાડાની મોડલ સ્‍કૂલમાં ફાયર સેફટી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment