June 30, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

પાલિકાની કુલ 44 બેઠક પૈકી ભાજપની 37, કોંગ્રેસની 7 બેઠક ઉપર જીત જયારે આમ આદમી પાર્ટીનો કરૂણ રકાશ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
વાપી નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી ગત રવિવારે યોજાઈ હતી. જેની મતગણતરી આજે મંગળવારે નેશનલ હાઈવે પુરૂષ અધ્‍યાપન મંદિર ખાતે યોજાઈ હતી. બપોરે બે વાગ્‍યા સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ ચૂકી હતી. પ્રારંભથી ભાજપ વોર્ડવાઈઝ પેનલોનો જીતનો દબદબો રહ્યો હતો. મત ગણતરીના અંતે ભાજપે એક બેઠક બિનહરીફ સાથે 37 બેઠકો પર જીત મેળવી હતી જયારે કોંગ્રેસના ચિત્રમાં સુધારો થયો હતો.
ગત ટર્મમાં કોંગ્રેસને માત્ર ત્રણ બેઠક હતી. જે આ વખતે વધીને સાત બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી જયારે આમ આદમી પાર્ટીના તમામ 24 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થવા સાથે કારમી હાર થઈ હતી. ભાજપે સતત ચોથી વખત નગરપાલિકા ઉપર જવલંત વિજય મેળવવાની સાથે સતત ર0 વર્ષમાટે પાલિકાની શાસન ધૂરા સંભાળવાનો જનાદેશ મેળવ્‍યો છે.
વાપી નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે તા.28 નવેમ્‍બરે સામાન્‍ય ચૂંટણી મતદાન યોજાયું હતું. આજે મંગળવાર તા.30ના રોજ પુરૂષ અધ્‍યાપન મંદિર બલીઠા હાઈવે ઉપર મતગણતરીની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે 8 વાગ્‍યાથી શરૂ થયેલ મતગણતરીમાં ભાજપ પ્રારંભમાં 1 થી 4 વોર્ડમાં પેનલો વિજયી થઈ હતી. જયારે વોર્ડ નં.5 ની ગણતરીમાં કોંગ્રેસે ખાતુ ખોલાવી 3 બેઠક મેળવી એક ભાજપના ફાળે ગઈ હતી. ત્‍યારબાદ વોર્ડ નં.6 ની ગણતરીને અંતે કોંગ્રેસના તમામ 4 ઉમેદવારોની પેનલ વિજયી થઈ હતી તે પછી 7, 8, 9, 10, 11 વોર્ડમાં ભાજપની પેનલો વિજેતા બની હતી. મતગણતરીને અંતે ભાજપે એક બિનહરીફ બેઠક સાથે 37 બેઠકો પર વિજય મેળવ્‍યો હતો અને કોંગ્રેસે 7 બેઠક જીતી હતી તો પણ કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્‍સો જોવા મળ્‍યો હતો. ગઈ ટર્મમાં કોંગ્રેસની માત્ર 3 બેઠક હતી. આ વખતે 4 પ્‍લસ થઈ હતી. તેનો ઉત્‍સાહ હતો તો આ વખતે કહેવાતા ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીની એન્‍ટ્રી કંઈ નવા-જૂની કરશે અને ભાજપને ફાયદો કરાવશે તેવી ગણતરી પણ ઉલટી પડી હતી. કારણ કે, મતદારોએ આપને સખત જાકારો આપી તમામ 24 ઉમેદવાર હાર્યા હતા અને તમામની ડિપોઝીટ ડૂલ થઈ હતી. ગુજરાતમાં ત્રીજો પક્ષ નાચાલે તેવું મતદારોએ સ્‍પષ્‍ટ કરી દીધું હતું. પરિણામના અંતે કેબીનેટ મંત્રી અને ભાજપના મુખ્‍ય પ્રહરી શ્રી કનુભાઈ દેસાઈ અને જીલ્લા પ્રમુખ શ્રી હેમંત કંસારાએ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્‍યા હતાં.
વિજય બાદ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઢોલ-નગારા સાથે વિજય સરઘસ કાઢયા હતાં. ભાજપની વ્‍યૂહ રચના હતી કે વોર્ડ નં.6-5 માં શ્રી ખંડુભાઈ અને શ્રી પીરૂ મકરાણીને હરાવવા પણ એ શકય નહોતું. મતદારોએ કોંગ્રેસની નેતાગીરી ઉપર વિશ્વાસ વ્‍યકત કર્યો હતો. વાપી નગરપાલિકામાં ચોથી વખત સત્તા મળવાથી ભાજપ ખુશ છે. જયારે 3 માંથી 7 સીટ મળી એટલે કોંગ્રેસને વિશેષ ખુશી હતી અને આપના નસીબે માત્ર નિરાશા જ સાંપડી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

જિલ્લા કક્ષાના યુવા મતદાર મહોત્‍સવમાં રાનકુવા હાઈસ્‍કૂલ છવાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment