Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ન.પા. સી.ઓ. મોહિત મિશ્રા સમક્ષ સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમ લાગુ કરવા દાનહ સિવિલ સોસાયટીની રજૂઆત

દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ એડવોકેટ સની ભિમરા અને તેમની ટીમે સુંદર રસ્‍તા, સી.સી.ટી.વી. સર્વેલન્‍સ,ડેઝિગ્નેટેડ પાર્કિંગ, સાયકલ ટ્રેક, ઓડ-ઇવન-પી-1,પી-ર પાર્કિંગ, રખડતા ઢોરોની સમસ્‍યાના ઉકેલની બાબતે પણ ચીફ ઓફિસર મોહિત મિશ્રા સાથે કરેલી ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
આજે દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાની મુલાકાત લીધી હતી અને અસરકારક ટ્રાફિક મેનેજમેન્‍ટ માટે પહેલ કરવા પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. 
દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાએ 2014માં ટ્રાફિક સમસ્‍યાના મુદ્દે યોજવામાં આવેલ રાઉન્‍ડ ટેબલ કોન્‍ફરન્‍સનો હવાલો આપી વર્તમાન સમયના પડકારો અને તે સમયે કરવામાં આવેલી ભલામણોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે સેલવાસ ખાતે હાલના સમયમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍ટમની આવશ્‍યકતા હોવા ઉપરાંત સારા રસ્‍તા, ડેઝિગ્નેટેડ પાર્કિંગ, સાયકલ ટ્રેક, ઓડ-ઇવન પી-1,પી-ર પાર્કિંગ, રખડતા ઢોરોની સમસ્‍યાના ઉકેલની બાબતે પણ ચર્ચા-વિચારણા કરી હતી. 
સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી મોહિત મિશ્રાએ આશ્વાસન આપતા જણાવ્‍યું હતું કે, સેલવાસ સ્‍માર્ટ સીટીએ વિવિધ પ્રોજેક્‍ટોને અગ્રતાના ક્રમે સામેલ કરેલ છે અને દાનહ સિવિલ સોસાયટી દ્વારા સ્‍માર્ટ સીટી સેલવાસ માટે રજૂ કરાયેલ અસરકારક ટ્રાફિકમેનેજમેન્‍ટના પ્રસ્‍તાવની પહેલ કરવા વિશ્વાસ પણ વ્‍યકત કર્યો હતો. 
દાનહ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાની સાથે એડવોકેટ શ્રી શૈલેષ માહલા, શ્રી એ.ડીસીલ્‍વા, શ્રી નિતેશ કુમાર સિંઘ વગેરે જોડાયા હતા.

Related posts

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

Leave a Comment