Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

..પરંતુ આ કશાનીયે દરકાર કર્યા વિના સ્‍વાતંત્ર્ય સૈનિકોએ ‘આ પ્રદેશ મુંબઈ શાસનનો નથી. પોર્ટુગીઝ થાણાં જીતીને અમે આ પ્રદેશ મેળવ્‍યો છે તેમ અહીં અમારી જ સત્તા છે. અમે કોઈ પણ પત્ર કે પરવાનો સ્‍વીકારવાના નથી.’ એમ કરીને તે બંને મહિલાઓને જીપમાંથી બહાર આવવાની ફરજ પડી. એમાંથી યુવતી ફિદાલ્‍ગોની દીકરી હોવાનું પણ પાછળથી સ્‍પષ્‍ટ થયું

(…ગતાંકથી ચાલુ)
પિપરિયા ગેટ પરની કાર્યવાહી પૂરી થવામાં હતી અને મુંબઈથી આવેલા સુધીર ફડકે અને અન્‍ય સાથીઓ સાથે શાંતારામ વૈદ્યની પ્રાથમિક વાતચીત ચાલુ હતી ત્‍યાં જ અચાનક છૂટક સીટીનો અવાજ આવ્‍યો. બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ. એટલામાં જ ત્‍યાંથી એક સાયકલસવાર આવતો દેખાયો. શાંતારામ વૈદ્ય પાકો નિશાનબાજ હતો. સાયકલ સવારને રોકવા તેણે તેના હેંડલ પર રાખેલા હાથ નીચે ગોળીમારી જે તેને જરાપણ ઈજા પહોંચાડયા વગર પસાર થઈ ગઈ. પરંતુ ગભરાટને કારણે તે નીચે પડયો. તરત જ તેને એક બાજુ લઈ જઈને સંતાડી દીધો જેથી તેની પાછળ કોઈ આવતું હોય તો તેને આ વાતની ખબર ન પડે. આ આગળ આવેલો સાયકલવાળો પાયલટ કારની જેમ રસ્‍તામાં કોઈ મુશ્‍કેલી છે કે કેમ તેનો અંદાજ લેવા આવ્‍યો હોવાની શક્‍યતા હતી. અને એ શંકા સાચી જ હતી. તેની પાછળ પાછળ બીજો એક સાયકલવાળો આવતો જ હતો. તેને પણ આ રીતે જ પાડીને સંતાડી દેવાયો. એટલામાં તો એક પૂરપાટ ઝડપે આવતી જીપગાડી દેખાઈ. તેનો ઢંગ જોતાં તત્‍કાળ તેને રોકવાની કાર્યવાહી ન થાય તો તે નિર્વિઘ્ને પસાર થઈ જવાની શક્‍યતા હતી. તેનો ચાલક (ડ્રાઈવર) પણ સામાન્‍ય અવરોધને સહેલાઈથી પહોંચી વળે તેવો કાબેલ જણાતો હતો. શાંતારામે વિના વિલંબે અચૂક નિશાન નોંધીને ગાડીનું આગળનું ટાયર વીંધ્‍યું. સ્‍વાભાવિક રીતે જ ગાડી રોકાઈ ગઈ. ગાડીમાં ચાર માણસો હતા. ગાડીનો ચાલક, મુંબઈના કાવસજી કોન્‍ટ્રાક્‍ટર નામના પારસી ગૃહસ્‍થ, એક મધ્‍યમવર્ગીય મહિલા અને એક વીસેક વર્ષની યુવતી.
સુધીર ફડકે, શાંતારામ વૈદ્ય, આપ્‍પા કરમળકર, પ્રભાકર સિનારી વગેરેએ તેમની સાથે વાતચીત શરૂ કરી. પહેલાં તો કોન્‍ટ્રાક્‍ટર વિશેષ કોઈ વાત કરવા તૈયાર ન હતો. ‘હું તો સામાન્‍ય બાંધકામનોવ્‍યવસાય કરનારો છું. મારાં કેટલાંક કામ અહીં ચાલુ છે માટે હું આવતો જતો રહું છું. આજે મારી સાથે ઘરના સભ્‍યો છે તેમને પાછા મૂકવા જાઉ છું.’ એટલું જ રટણ તે કરતો હતો. પરંતુ તેની આ વાત જરાપણ વિશ્વાસપાત્ર લાગતી ન હતી. તેથી નાના સોમણે બોચી પકડીને તેને બહાર ખેંચ્‍યો. એ જોતાં જ અંદર બેઠેલી મહિલાઓ પોતાની પર્સમાંથી એક ચિઠ્ઠી કાઢીને પ્રભાકર સિનારીને આપી. એ મુખ્‍યમંત્રી શ્રી મોરારજીભાઈનો કોન્‍ટ્રેક્‍ટર પર લખેલો પત્ર હતો. જેમાં આ બંને સિલવાસથી મુંબઈ સુધી રસ્‍તામાં તેમને કોઈ અટકાવી ન શકે એવું તેમનું સ્‍વરૂપ હતું.
પરંતુ આ ચિઠ્ઠીની આપલે દરમિયાન આજુબાજુના લોકોને એ મહિલાના પર્સમાંનો પાસપોર્ટ દેખાઈ ગયો. શ્રી વૈદ્યે તેની માગણી કરતાં થોડી નારાજી સાથે જ તેણે તે આપ્‍યો. તેના પર પેલી મહિલાનો ફોટો અને નીચે લખેલા શ્રીમતી ફિદાલ્‍ગો શબ્‍દો પર તેની નજર પડતાં જ લડાઈ જીતી ગયાના આવેશમાં તે આનંદથી નાચી ઉઠયો ત્‍યારે નગર હવેલીના પ્રમુખ ફિદાલ્‍ગોની પત્‍ની આપણા કબજામાં છે એવી જાણ બધાને થઈ.
શ્રીમતી ફિદાલ્‍ગોના પાસપોર્ટની બાબત જાહેર થતાં જ કોન્‍ટ્રાક્‍ટરનો મિજાજ બદલાઈ ગયો. તમે અમને રોકી શકો નહીં એમ કહેતાં તે ફરી ફરી શ્રી મોરારજીભાઈના પત્રનો હવાલો આપતો રહ્યો. પણ તેની કોઈ અસર થતી ન હતી. તેજોતાં શ્રીમતી ફિદાલ્‍ગોએ પોતાની પર્સમાંથી એક તામ્રપત્ર બહાર કાઢયો જે વધુ આヘર્યજનક હતો. ઈ.સ.1779માં પોર્ટુગીઝ અને ચિમાજી આપ્‍પા (મરાઠા રાજ્‍ય) વચ્‍ચે થયેલા કરાર મુજબ પોર્ટુગીઝોને મરાઠાના પ્રદેશમાંથી આવવા જવાનો જે પરવાનો અપાયો હતો તે આ તામ્રપત્રમાં કોતરેલો હતો. પરંતુ આ કશાનીયે દરકાર કર્યા વિના સ્‍વાતંત્ર્ય સૈનિકોએ ‘આ પ્રદેશ મુંબઈ શાસનનો નથી. પોર્ટુગીઝ થાણાં જીતીને અમે આ પ્રદેશ મેળવ્‍યો છે તેમ અહીં અમારી જ સત્તા છે. અમે કોઈ પણ પત્ર કે પરવાનો સ્‍વીકારવાના નથી.’ એમ કરીને તે બંને મહિલાઓને જીપમાંથી બહાર આવવાની ફરજ પડી. એમાંથી યુવતી ફિદાલ્‍ગોની દીકરી હોવાનું પણ પાછળથી સ્‍પષ્‍ટ થયું.

(ક્રમશઃ)

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment