June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજીયાત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સિઝન ચાલી રહી છે. એસ.એસ.સી.-એચ.એસ.સી. બોર્ડની જાહેર પરીક્ષા હાલમાં જ પૂર્ણ થઈ છે ત્‍યાં સોમવારે વલસાડ જિલ્લામાં ગુજકેટની કોમન એન્‍ટરસ ટેસ્‍ટની પરીક્ષા યોજાઈ હતી.
વલસાડ જિલ્લાના વિવિધ 25 પરીક્ષા કેન્‍દ્રોમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી સાયન્‍સ પ્રવાહના 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્‍યારે 271 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ગુજકેટ પરીક્ષા 12 સાયન્‍સમાં પ્રવેશ મેળવવૌ માટે ગુજકેટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોવાથી દરેક કેન્‍દ્રો સી.સી.ટી.વી. કેમેરા સજ્જ હતા. શિસ્‍તપુર્ણ વાતાવરણ વચ્‍ચે, કોઈપણ ગેરરીતી વગર વલસાડ જિલ્લામાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષામાં પાસ થનાર બાળકો સાયન્‍સમાં પ્રવેશ મેળવી શકશે.

Related posts

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

vartmanpravah

કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણમાં આંબાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોએ તકેદારી રાખવી

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment