December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
આજરોજ મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ જીપીડીપી 20રર-23ના પ્‍લાનને મંજુર કરવા માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આયોજીત ગ્રામ સભામાં પીવાના પાણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જલ જિવન મિશન (રેઈન વોટર હાર્વેસ્‍ટિંગ) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ વિભાગ દ્વારા વિવિધસ્‍કીમની જાણકારી આપવામાં આવી હતી તેમજ પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્‍કીમો અંગે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, બી.ડી.ઓ. શ્રી પ્રેમજી મકવાણા, મગરવાડા પંચાયત સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમા, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ગોદાવરીબેન પટેલ, પંચાયત સેક્રેટરી શ્રીમતી અંકિતાબેન પટેલ, પંચાયત સભ્‍યોશ્રીઓ, વિવિધ ડિપાર્ટમેન્‍ટથી આવેલા અધિકારી તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી.

Related posts

પારડી માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર સંચાલિત બ્‍લડ બેન્‍ક દ્વારા રક્‍તદાન જાગૃતિ અભિયાન લઈ નિકળેલ રક્‍તક્રાંતિ સાયકલ મેન જયદેબ રાઉતનું સ્‍વાગત અને સન્‍માન

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment