Vartman Pravah
Breaking Newsદમણ

ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં કડૈયા પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ડેપ્‍યુટી સરપંચ અને પંચાયતના સભ્‍યોના હસ્‍તે મધ્‍યાહન ભોજન કિટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારની મધ્‍યાહન ભોજન યોજના હેઠળ બાળકોને પૌષ્‍ટિક ભોજન મળી રહે એ ઉદ્દેશ્‍યથી આજરોજ સંઘપ્રદેશ થ્રીડીના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા મધ્‍યાહન ભોજન કિટનું આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા દેવકા કોલોનીમાં વિતરણ કરવામાં આવ્‍યું હતું.જેમાં સ્‍કૂલના ઈન્‍ચાર્જ હેડ માસ્‍તર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓના માતા-પિતાઓને કોવિડ-19ના પ્રોટોકોલને ધ્‍યાનમાં રાખી કિટ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્‍યા હતા.
આ મધ્‍યાહન ભોજન રાશન કિટમાં સપ્‍ટેમ્‍બર અને ઓક્‍ટોબર એટલે કે બે મહિનાનું રાશન ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 6.9 કિલો ચોખા, ર.0 કિલો તુવર દાળ, ર.0 લિટર તેલ અને 1 કિલો ચણા વગેરે ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.
આ મધ્‍યાહન ભોજન રાશન કિટ વિતરણમાં કડૈયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ઉપ સરપંચ અંજનાબેન પટેલ, કડૈયા ગ્રામ પંચાયત સભ્‍ય શ્રી મયુરભાઈ ભંડારી, શ્રી હિતેશભાઈ ભંડારી, સંગીતાબેન ભંડારી અને મીનાબેન ટંડેલ સહિત કડૈયા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સ્‍કૂલમાં ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓના માતા-પિતાને રાશન કિટનું વિતરણ કર્યુ હતું.
આ અવસર પર ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ઈન્‍ચાર્જ હેડ માસ્‍ટર શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલ અને શિક્ષિકા શ્રીમતી સ્‍વાતીબેન પટેલે સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ઉપ સરપ઼ચ અને ઉપસ્‍થિત તમામ સભ્‍યોનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment