Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 11 એમ્‍બ્‍યુલન્‍સનું સીવીલ હોસ્‍પિટલ ખાતેથી લોકાર્પણ કરાયું

વિશ્વની સૌથી મોટી આરોગ્‍ય યોજના આયુષ્‍માન ભારતઃ  કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસોને લાભ મળી રહે તે માટે આ યોજનાની શરૂઆત કરીઃ મંત્રી કનુભાઈ દેસાઈ

જિલ્લાવહીવટીતંત્ર દ્વારા રૂા.1.75 કરોડના ખર્ચે 15 માં નાણાંપંચ અને વિવિધ યોજનાની ગ્રાન્‍ટમાંથી 11 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રોને એમ્‍બ્‍યુલન્‍સ ફાળવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: સમગ્ર દુનિયાની સૌથી મોટી આરોગ્‍ય યોજના આયુષ્‍યમાન ભારત યોજના કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસને આનો લાભ મળે તે માટે શરૂઆત કરી. આ યોજનામાં પહેલા રૂપિયાની કેશલેસ સારવાર આપવામાં આવે છે તેમાં ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકારે રૂા. પાંચ લાખનો વધારો કરી આ યોજનમાં હવે રૂા.10 લાખની કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે એમ રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ સીવીલ હોસ્‍પિટલ ખાતે રૂા.1.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ 11 એમ્‍બ્‍યુલન્‍સોના લોકાર્પણ પ્રસંગે જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ2014 માં વડાપ્રધાન પદ સંભાળ્‍યું ત્‍યારે સમગ્ર વિશ્વમાં દેશનું અર્થતંત્ર 10 માં નંબરે હતુ તે આજે પાંચમાં નંબરે છે જ્‍યારે આપણા પર જેણે બસો વર્ષ રાજ કર્યુ હતું તેવો ઇંગ્‍લેન્‍ડ દેશ છઠ્ઠા નંબરે છે. આમાં દરેક નાગરિકોનો ફાળો છે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દેશના દરેક દરેક નાગરિકને ઈનોવેશન અને પ્રેરણા આપી છે. આજના યુવાનને દેશ માટે ગૌરવ થાય અને દેશને આઝાદી કઈ રીતે મળી તેનાથી અવગત થાય તે માટે મેરી મીટ્ટી મેરા મેરા દેશના અભિયાનથી આજના યુવાનમાં દેશભક્‍તિ પ્રત્‍યે જાગૃત કર્યા છે. આઝાદીમાં દેશ માટે શહીદ થયેલા શહીદો પ્રત્‍યેનું ત્રણ ચૂકવાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શહીદોનું સ્‍મારક દિલ્‍હી ખાતે બનાવવાનું નક્કી કર્યુ છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે ગુજરાત રાજ્‍યના ભૂપેન્‍દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્‍યનો વિકાસ થઈ રહયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીનું વર્ષ 2047 સુધીમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ નંબરે લઈ જવાનું જે સ્‍વપ્‍ન છે તેને સાકાર કરવા માટે આપણે પણ આ વિકાસની યાત્રામાં સહભાગી થઈએ. મંત્રીશ્રીએ આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્‍યા હતા.
આ કાર્યક્રમમાં વલસાડ જિલા પંચાયતનાપ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્‍યો સર્વ ભરતભાઈ પટેલ, અરિવંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં, જિલ્લા આરોગ્‍ય સમિતિના ચેરમેન શ્રીમતી રંજનબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડના પ્રાંત અધિકારી નીલેશ કુકડીયા, મુખ્‍ય જિલ્લા અધિકારી ડો.કિરણ પટેલ, અધિક મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામીત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમત કંસારા, સંગઠન મહામંત્રીઓ કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, રકતદાન કેન્‍દ્રના યઝદી ઈટાલીયા તેમજ જિલ્લા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

કાર્યક્રમની રૂપરેખા આપતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લામાં રૂા.1.75 કરોડના ખર્ચે તૈયાર થયેલ અને જિલ્લાના 11 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને એમ્‍બ્‍યુલન્‍સ ફાળવવામાં આવી છે. તેની વિગતો આપી હતી. જેમાં વલસાડ તાલુકામાં ચણવઈ, સેગવા અને ભાગડાવડા, ધરમપુર તાલુકામાં સિદુમ્‍બર, તૂતરખેડ, ધામણી, કપરાડા તાલુકામાં સિલ્‍ધા, દહીંખેડ અને મોટાપોંઢા જ્‍યારે પારડી તાલુકામાં ગોઈમા અને ઉમરગામ તાલુકામાં સંજાણનો સમાવેશ થાય છે. ગત વર્ષે જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્‍ય કેન્‍દનેફાળવવામાં આવેલ 23 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા 1583 મહિલાઓને પ્રસુતિ માટે રેફરલ કરવામાં આવી, 926 કુટુંબોને ફેમીલી પ્‍લાનિંગ માટે, 3561 વ્‍યક્‍તિઓને મેડીકલ ઈમરજન્‍સી મળી કુલ 6070 લોકોને આ એમ્‍બ્‍યુલન્‍સની મદદ મળી હતી.

Related posts

વાપી ચલા કોટક મહિન્‍દ્રા બેંકના મેનેજરએ વલસાડ જુજવાગામે પોતાના બંગલામાં ફાંસો ખાઈ લેતા ચકચાર

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah

વલસાડમાં ‘‘હોમગાર્ડઝ સ્‍થાપના દિન”ની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

Leave a Comment