Vartman Pravah
Breaking Newsવાપી

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
વાપી કોર્ટમાં કાર્યરત વાપી બાર એસોસિએશનની આગામી બે ટર્મ માટે વિવિધ પદો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે.
ચૂંટણી કમિશ્‍નર દ્વારા જાહેર કરાયેલ વાપી બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા.17મી ડિસેમ્‍બરને શુક્રવારના રોજ યોજાશે. જેમાં ફોર્મ મેળવવા તા.9થી 10 ડિસેમ્‍બર, જમાકરવાની તા.10 ડિસેમ્‍બર, ચકાસણી તા.12 ડિસેમ્‍બર, ફોર્મ પરત ખેંચવાની તા.14 ડિસેમ્‍બર અને ચૂંટણી તા.17 ડિસેમ્‍બરે યોજાશે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્‍ટ સેક્રેટરી, ટ્રેઝરર અને લાઈબ્રેરીયનની એક એક પોસ્‍ટ અને ઈ-લાઈબ્રેરીયનની બે પોસ્‍ટ માટે ચૂંટણી યોજાનાર છે. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા માન્‍ય મતદાર યાદીમાં નામ હશે તેઓ મતદાન કરશે. ચૂંટાયેલા હોદ્દેદારોની મુદત 1 ડિસેમ્‍બર થી 31 ડિસેમ્‍બર 2022 સુધીની રહેશે તેવુ બાર એસો. દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળા એથ્‍લેટિક્‍સ 400 મીટર દોડ સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ સ્‍કૂલના વિદ્યાર્થીએ મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment