Vartman Pravah
વાપી

વાપી સરદાર વલ્લભભાઈ સ્‍કૂલમાં સ્‍માર્ટ ગર્લ્‍સ સેમિનાર યોજાયો

ભારતીય જૈન સંગઠન દ્વારા આયોજન આગામી સમયે અન્‍ય સ્‍કૂલમાં પણ આવા કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
ભારતીય જૈન સંગઠન વાપી દ્વારા આજરોજ બુધવારે જે-ટાઈપ રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍કૂલમાં બે દિવસીય સ્‍માર્ટ ગર્લ્‍સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ગુજરાત સ્‍માર્ટ ગલ્‍સ પ્રદેશ અધ્‍યક્ષ ડો.હર્ષિદા જૈન મુખ્‍ય સ્‍પીકર તરીકે ઉપસ્‍થિતરહ્યા હતા. સરદાર પટેલ સ્‍કૂલમાં ધો.9થી 12ની વિદ્યાર્થીનીઓને તેમણે વિવિધ કૌશલ અને આત્‍મ સુરક્ષા સહિત સફળ જીવન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું.
કાર્યક્રમમાં મીનાબેન સમર અધ્‍યક્ષ ડાયાબીટીશ એગેસ્‍ટ પ્રોજેક્‍ટ તેમજ મહાસચીવ મોનીકાબેન ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. ભારતીય જૈન સંગઠન વાપીના અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ કોઠારીએ જણાવ્‍યું હતું કે, ડાયાબિટીશ અગેઈન્‍સ્‍ટ પ્રોજેક્‍ટ અંતર્ગત વાપીમાં શિબિરનું આયોજન કરવામાં આવશે.
જૈન સંઘના મંત્રી શ્રી સંજયભાઈ ભંડારીએ મુખ્‍ય વક્‍તા અને ઉપસ્‍થિત અતિથિઓને ધન્‍યવાદ પાઠવ્‍યા હતા. કાર્યક્રમમાં બી.જે.એમ. ટીમના તેરાપંથ મહિલા મંડળના અધ્‍યક્ષા કરુણા વાઘરેચા, હેમા બોથરેચા, અધ્‍યક્ષ હરીલાલ ડુગરમલ, પિયુષ જૈન, પ્રવિણ તલેસરા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

પારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્‍સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

Leave a Comment