October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-પારડી વિસ્‍તારમાં અપરિપક્‍વ કેરી માર્કેટમાં ઠલવાતા ભાવો ગગડી ગયા

વહેલા વરસાદની આગાહીના પગલે અપરિપક્‍વ કેરી બેડાઈ રહી છે તેથી મણ દીઠ 300 થી 500 રૂા. ભાવ તૂટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લો એટલે કેરી પાક માટે સમગ્ર ગુજરાત માટે નં.1 રહ્યો છે. હાલમાં કેરીની કુલ સિઝન ચાલી રહી છે. માર્કેટમાં પુષ્‍કળ પ્રમાણમાં કેરી ઠલવાઈ રહી છે. પરંતુ છેલ્લા બે દિવસથી અપરિપક્‍વ કેરી બજારમાં આવતા કેરીના ભાવ ગગડી ગયા છે. મણ દીઠ 300 થી 500 નો ભાવ તૂટી ગયો છે.
કેરીની સિઝન પ્રારંભમાં 1800 થી 2000 રૂા.નો ભાવ શરૂ થયો હતો. કમોસમી વરસાદની માનસિકતા આધિન કેરી બજારમાં ઓછી આવશે તેવુ વાતાવરણ હતું પરંતુ માવઠા કે કમોસમી વરસાદની કેરી ઉત્‍પાદન ઉપર કોઈ ખાસ અસર થયેલી જોવા મળી નહોતી ઉલટાની આવકો દિન પ્રતિદિન વધી રહીહતી તેથી ભાવ કેસરના 1300 થી 1400 થઈ ગયા હતા. હાફૂસ 1000 રૂા. સાત-આઠ દિવસ બજારમાં ભાવો ટકેલા રહ્યા પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસ વહેલી વરસાદ આવશે તેવી વાઈકાને લઈ ખેડૂતો અપરિપક્‍વ કેરીઓ બેડવાનું શરૂ કરી દીધુ. બજારમાં કેરીની આવક બેવડાઈ જતા બજાર ભાવમાં 300 થી 500 રૂા.નો હાલમાં ઘટાડો થઈ ચૂક્‍યો છે.

Related posts

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

નુમા ઇન્‍ડિયા ઈન્‍ટર સ્‍કૂલ એકેડેમી કરાટે ચેમ્‍પિયનશીપનું કરાયેલું સમાપન

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

Leave a Comment