(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીની ચેસ (મહિલા) ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટીમે બારડોલી ખાતેઆવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજમાં 16 ઓગસ્ટ 2024 ના રોજ યોજાયેલા યુનિવર્સિટી દ્વારા આયોજિત ઈન્ટર કોલેજ શતરંજ (મહિલા) ટુર્નામેન્ટમાં બીજો સ્થાન મેળવ્યો છે. ટીમના સભ્યો જેમણે આ પ્રદર્શન કર્યું છે તેમાં 1.કૃતિકા શર્મા (ટી.વાય.બી.કોમ.), 2.કાજલ ત્રિપાઠી (ટી.વાય.બી.કોમ.), 3.જ્યોતિ ગઢવી (ટી.વાય.બી.કોમ.), 4.મોનિકા સિંહ (એસ.વાય.બી.કોમ.), 5.શ્રાવણી ગંગુર્ડે (એસ.વાય.બી.એસસી. મોઈક્રોબાયોલોજી). આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે તમામ ખેલાડીઓ અને તેમના માર્ગદર્શકો, કોલેજના ફિઝિકલ એજ્યુકેશન શિક્ષકો ડો.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહને મહેનત કરી આ ટુર્નામેન્ટમાં જમાવટ કરીને કોલેજનું નામ રોશન કરવા અને શાનદાર સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.