Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

આર.કે. દેસાઈ કોલેજમાં નવનિર્મિત વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરશે : મુખ્‍ય અતિથિ તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલ આવતી કાલે શુક્રવાર વાપીની મુલાકાતે પધારી રહ્યા છે. વાપી આર.કે. દેસાઈ મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા કોલેજ કેમ્‍પસમાં નવનિર્મિત થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાશે. કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેનાર છે.
આર.કે. દેસાઈ કોલેજ કોપરલી રોડ વાપી કેમ્‍પસ ખાતે આવતીકાલે તા.03-02-2023ને શુક્રવારના રોજ સવારે 09 કલાકે આર.કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા નવનિર્માણ થયેલ વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. વાણિજ્‍ય મહાવિદ્યાલયભવનનું લોકાર્પણ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલના હસ્‍તે થનાર છે તેમજ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજ્‍યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહેશે. એક અકબારી યાદી દ્વારા ટ્રસ્‍ટ ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ સેક્રેટરી કમલ આર. દેસાઈએ જણાવેલ છે.

Related posts

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment