October 24, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલયદ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં મળેલો ત્રીજો નંબર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ચીફ ઓફિસર મોહિત મિશ્રા અને ન.પા. પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની પહેલનું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત સેલવાસ શહેર સ્‍વચ્‍છ, સુંદર અને આરોગ્‍યપૂર્ણ બનાવવા માટે સેલવાસ નગર પાલિકાએ વિવિધ અભિયાનો શરૂ કર્યા છે. જેમ કે કચરા નિર્માણ સ્‍થળ પર જ કચરાને અલગ અલગ કરવા માટે કચરાપેટીની વ્‍યવસ્‍થા, જાહેર સ્‍વચ્‍છતાગ્રહોનું નિર્માણ અને જાળવણી, સાર્વજનિક કચરાપેટીની સમય અવધી અનુસાર સાફ સફાઈ, તમામ જાહેર રસ્‍તાની સાફસફાઈ વગેરે.
જે અંતર્ગત સેલવાસ નગર પાલિકા હર્ષ સાથે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં ભારત સરકારના હાઉસીંગ એન્‍ડ અર્બન મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા સેલવાસ નગર પાલિકાને સોલીડ વેસ્‍ટના પ્રબંધનમાં ત્રીજો નંબર મળ્‍યો છે.

Related posts

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

Leave a Comment