Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ આવશ્‍યકતા વાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનું આયોજન જીલ્લા વિકલાંગતા પુનર્વાસ કેન્‍દ્ર અને આરોગ્‍ય વિભાગના સહયોગ દ્વારાઆયોજીત કરવામા આવ્‍યો હતો.આ મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિરનો મુખ્‍ય ઉદેશ્‍ય વિશેષ આવશ્‍યકતાવાળા બાળકોમા દિવ્‍યાંગતા પ્રમાણપત્ર આપવાનો હતો.
આ શિબિરમાં પ્રદેશની વિવિધ શાળાના 118 બાળકો અને વાલીઓ ઉપસ્‍થીત હતા. વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન વિનોબાભાવે સિવિલ હાસ્‍પિટલના હાડકાના ડોક્‍ટર ડો.ચિન્‍મય દેસાઈ, આંખના ડો.દીપા સોનાવને, ઇએનટી ડો.યશવીન શેટ્ટી, મનોચિકિત્‍સક ડો.પ્રશાંત મહાકાલ દ્વારા કરવામા આવ્‍યું હતું.
શિબિરનું ઉદ્‌ઘાાટન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરિતોષ શુક્‍લ, શ્રી બળવંત પાટીલ અને શ્રી રાજેન્‍દ્ર મોહિલેના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

Leave a Comment