October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ દ્વારા યોજાયેલી ભવ્‍ય કાર રેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ રત્‍ન એવા બાબાસાહેબ ડો. આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે બહુજન સમાજ પાર્ટી દ્વારા ભવ્‍ય રેલી કાઢવામાં આવી હતી. દમણ અને દીવમાં આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બાબાસાહેબ ડૉ.આંબેડકરની જન્‍મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
આજની ભવ્‍ય રેલીમાં મોટી સંખ્‍યામાં મોટર સાયકલ અને ફોર વ્‍હીલર વાહનો જોડાયા હતા, આ રેલીમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ રેલી નાની દમણના બસ સ્‍ટેશનથી સવારે 11 કલાકે શરૂ થઈ હતી અને તેના નિર્ધારિત રૂટ દ્વારા મોટી દમણના ઢોલરમાં પહોંચ્‍યા બાદ બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમા ઉપર પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્‍યાંથી રેલી તેના નિર્ધારિત સ્‍થાને સમાપ્ત થઈ હતી.
આ રેલીમાં દાદરા અને નગર હવેલીઅને દમણ અને દીવના પ્રભારી શ્રી શૈલેષ ઘોડી, કન્‍વીનર શ્રી ઈરફાન કાઝી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ મો. ગોસ દાંડેકર, ઉપપ્રમુખ પ્રેમપાલ સિંહ, મહામંત્રી શ્રી મિનેશ વસાવા, પક્ષના કાર્યકરો લક્ષ્મી ગૌતમ, અરવિંદ ધીંડા, પ્રભુ તુમડા, મિર્ઝા આલમ, કમલેશભાઈ, સકીલભાઈ, કલીમભાઈ સહિતના રાજ્‍યના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ રેલી શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

Related posts

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

vartmanpravah

Leave a Comment