(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા અંતર્ગત વિશેષ આવશ્યકતા વાળા બાળકો માટે મૂલ્યાંકન અને પ્રમાણન શિબિરનું આયોજન જીલ્લા વિકલાંગતા પુનર્વાસ કેન્દ્ર અને આરોગ્ય વિભાગના સહયોગ દ્વારાઆયોજીત કરવામા આવ્યો હતો.આ મૂલ્યાંકન અને પ્રમાણન શિબિરનો મુખ્ય ઉદેશ્ય વિશેષ આવશ્યકતાવાળા બાળકોમા દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવાનો હતો.
આ શિબિરમાં પ્રદેશની વિવિધ શાળાના 118 બાળકો અને વાલીઓ ઉપસ્થીત હતા. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વિનોબાભાવે સિવિલ હાસ્પિટલના હાડકાના ડોક્ટર ડો.ચિન્મય દેસાઈ, આંખના ડો.દીપા સોનાવને, ઇએનટી ડો.યશવીન શેટ્ટી, મનોચિકિત્સક ડો.પ્રશાંત મહાકાલ દ્વારા કરવામા આવ્યું હતું.
શિબિરનું ઉદ્ઘાાટન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરિતોષ શુક્લ, શ્રી બળવંત પાટીલ અને શ્રી રાજેન્દ્ર મોહિલેના હસ્તે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યું હતું.
