Vartman Pravah
Breaking Newsદમણ

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.ર1
દમણ જિલ્લાની સ્‍પેશિયલ કોર્ટમાં સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા પોક્‍સોના કેસની સુનાવણી કરતા આજરોજ વિદ્વાન ન્‍યાયમૂર્તિ શ્રી પી.કે.શર્માએ મનોજ ઉર્ફે મોકુ ભોલેનાથ ગૌતમને દોષિત ઠેરવી, આરોપીને 5ાંચ વર્ષની સખત કેદ અને 200 રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરી, 2018ના રોજ, ફરિયાદીએ પોલીસને જણાવ્‍યું હતું કે, 11 ફેબ્રુઆરીના રોજ, તેની 5ાંચ વર્ષની સગીર પુત્રી ટયુશનથી પરત આવીને બાથરૂમમાં ગઈ હતી, જ્‍યાં તેના પાડોશી મનોજે સગીરને એકલી જોઈને દુષ્‍કર્મ આચર્યું હતું. તેની સાથે અને તેના પ્રાઈવેટ પાર્ટ પર અશ્‍લીલ હરકતો કરી હતી. પોલીસે આ બાબતે પોલીસે એફ.આઈ.આર. નંબર 14/18માં, ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને પોક્‍સો એક્‍ટની કલમ 10 હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને પોક્‍સોના આરોપી મનોજની ધરપકડ કરવામાં આવી હતી.
નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ સોહિલ જીવાણીની આગેવાની હેઠળ તપાસ અધિકારી પી.એસ.આઈ. શ્રી ભાઈદાસ સોલંકીએ તપાસકર્યા બાદ 24મી એપ્રિલ, ર018ના રોજ જિલ્લા સેશન્‍સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ચાલેલી આ સુનાવણી દરમિયાન વિદ્વાન ન્‍યાયધીશ પી.કે.શર્માએ 4 સાક્ષીઓના નિવેદનો સાંભળ્‍યા બાદ આજે ઉત્તર પ્રદેશના વતની એવા આરોપી મનોજ ઉર્ફે મોકુ ભોલેનાથ ગૌતમને ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ 1 વર્ષની સખત કેદ અને કલમ 10 હેઠળ 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે સાથે રૂા. ર00ના દંડની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર પેરવી કરી હતી.

Related posts

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

vartmanpravah

Leave a Comment