March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

પ્રધાનમંત્રી ટચુકડા સંઘપ્રદેશમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવની મુલાકાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 25મી એપ્રિલના રોજ પધારી રહ્યા છે, જે દરમ્‍યાન સાયલી ગામે નવનિર્મિત મેડિકલ કોલેજ સહિત વિવિધ વિકાસના કામોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ભૂમિપજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે દાદરા નગર હવેલીમાં રૂા. 993.70 કરોડના 27 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ કરવામાં આવશે અને રૂા. 1797.96 કરોડના નવા 25 પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરવામા આવશે. આ ઉપરાંત દમણમાં રૂા. 481.07 કરોડના 18 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને રૂા. 1000.37 કરોડના 19 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તથા દીવના રૂા. 531.54 કરોડના 6 પ્રોજેક્‍ટોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં કુલ 4804.64કરોડના 95 પ્રોજેક્‍ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીશ્રી 25મી એપ્રિલના રોજ સાયલી નમો મેડિકલ કોલેજ અને અન્‍ય સંલગ્ન ઈમારતોનું ઉદ્‌ઘાટન કરશે. રૂા. 203 કરોડના ખર્ચે નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટનો ભાગ બનેલી નવનિર્મિત મેડિકલ કોલેજ અને અન્‍યસુવિધાઓની મુલાકાત લીધા બાદ જાહેર સભાને સંબોધન કરશે. તેજ સ્‍થળેથી પ્રદેશના વિવિધ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરશે. ત્‍યારબાદ સાંજે દમણની મુલાકાત લઈ 16 કિલોમીટર લાંબો રોડ શો યોજશે. જે નવા વિકસિત દરિયાઈ માર્ગ પરથી પસાર થશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનની તૈયારી પ્રશાસનની ટીમ તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા ગામે ગામે જઈ સભાઓ કરી પ્રધાનમંત્રીશ્રીનું સ્‍વાગત કરવા પ્રદેશની જનતાને આહ્‌વાન કરવામાં આવી રહ્યુ છે. સેલવાસ શહેર તેમજ દમણ-દીવની સરકારી કચેરીઓને લાઈટિંગ કરી સજાવવામાં આવી રહ્યા છે. સાથે સાયલી ગામે સ્‍ટેજની તૈયારી અને હેલીપેડની પણ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

Related posts

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment