Vartman Pravah
Breaking Newsવાપી

ખોટી નંબર પ્‍લેટ લગાવી દારૂની હેરાફેરી કરનારાને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડયા વાહનની કિંમત 10 લાખ, દારૂનો જથ્‍થો 1.61 લાખ મળી કુલ રૂા.11.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.5:
વાપી ચલા ગોલ્‍ડ કોઈન સર્કલ પાસેથી એક વાહનમાંથી દારૂનો જથ્‍થો મળ્‍યો હતો જે અંગે કોઈ પાસપરમીટ ન હોવાથી પોલીસે કારચાલક અને મહિલાને પોલીસનિગરાણીમાં રાખી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનનો નંબર ખોટો હોવાનું બહાર આવ્‍યું હતું. પોલીસે દારૂની કિંમત 1.61 લાખ તથા વાહનની કિંમત 10 લાખ અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,67,375/-નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી ટાઉન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચલા ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં વર્ણવેલ જીપ નં.જીજે-15 સીજી-9270 આવી પહોંચતા તેને અટકાવી હતી અને તેમાં સવારના નામઠામ પૂછતા ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા (ઉં.34, રહે. રાંદેર રોડ, સુરત, મૂળ રાજસ્‍થાન) તથા મંજુબેન શાહુલ (ઉં.28, રહે. સુરત, મૂળ રાજસ્‍થાન) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસેવાહન તપાસ કરતા વિદેશી દારૂનો જથ્‍થો અને બીયરની બોટલો મળી આવી હતી. જે અંગે તેમની પાસે કોઈ પાસપરમીટ ન હોય જેથી પોલીસે વાહન અને દારૂનો જથ્‍થો કબજે લઈ બંનેજણાતે પોલીસ નિગરાણીમાં રાખી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ દારૂનો જથ્‍થો જયોતિ (રહે.દમણ) એ ભરાવી આપેલ હતો અને તે દારૂનો જથ્‍થો સુરતમાં રહેતા અશ્વિન, લાલો રાણા તથા અન્‍ય બે ઈસમો હોય તેને પહોંચાડવાનો હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે વાહનનો નંબર તપાસ કરતા નંબર પ્‍લેટખોટી લગાવેલ હોવાનું પણ બહાર આવ્‍યું હતું. પોલીસે જીપની કિંમત 10 લાખ, દારૂના જથ્‍થાની કિંમત 1,61,875 અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,67,375/-નો સરસામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

Leave a Comment