Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સેલવાસની શ્રી વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં હવે જટીલ અને જોખમભરી સર્જરી કરવામાં આવે છે જેના માટે દર્દીઓએ અગાઉ મુંબઈ અથવા સુરત મોટી હોસ્‍પિટલોમાં મોકલવામાં આવતા હતા. 26નવેમ્‍બરના રોજ હોસ્‍પિટલનાસ્ત્રીરોગ નિષ્‍ણાંત ડો.જેતલ પટેલ, ડો.સુમન શર્મા અને એનેસ્‍થેટિસ્‍ટ ડો.ચિરાગ પરમાર અને એમની ટીમ દ્વારા આવી જ એક સર્જરી જે ઘણી જજટિલ અને જોખમભરી સર્જરી હતી.
મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાની 44 વર્ષની એક મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ભરતી કરવામાં આવેલ એ મહિલાને મહાવારીમાં તકલીફ હતી અને પેટમાં સુજન હતુ. એમઆરઆઈ તપાસ કરતા એના પેટમા મોટી ગાંઠ જે લગભગ 9 મહિનાના ગર્ભાવસ્‍થા બરાબર હતુ. મહિલાનો જીવ બચાવવા માટે તેને કાઢવુ બહુ જ જરૂરી હતુ. એ મહિલાની ટોટલ એબ્‍ડોમીનલ હિસ્‍ટ્રેકટોમી સર્જરી કરવામાં આવી. આ મહિલાના પેટમાંથી કાઢવામાં આવેલ ફાઈબ્રોઈડનુ વજન 5.25 કિલો હતુ. સાધારણ લેપ્રોસ્‍કોપીથી સર્જરી સંભવ ના હોવાથી આ સર્જરી કરવામાં આવે છે. સર્જરીના ચાર દિવસ બાદ મહિલાને રજા આપવામાં આવી હતી.
આ ઉપલબ્‍ધી સંદર્ભે સ્‍વાસ્‍થ્‍ય નિર્દેશક ડો.વી.કે.દાસે ડો.જેતલ પટેલ, ડો.સુમન શર્મા અને એનેસ્‍થેટિસ્‍ટ ડો.ચિરાગ પરમાર અને ઓપરેશન થિયેટરના દરેક કર્મચારીઓને શુભકામના આપી અને એમના કામની સરાહના કરી હતી અને સાથે એમણે જણાવ્‍યુ કે, દાનહ સ્‍વાસ્‍થ્‍ય વિભાગમાં આવનાર દરેક દર્દીઓને સારી સ્‍વાસ્‍થ્‍ય સુવિધા મળે એના માટે હંમેશા તત્‍પર છે ભલે તે દર્દી બીજા રાજ્‍યનો કેમ ના હોય.

Related posts

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment