Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્‍ય માટે ઉમેદવારોની પડાપડી

શુક્રવાર સુધી સરપંચ માટે 1048 અને સભ્‍યો માટે 4979 ઉમેદવારી ફોર્મ ભરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વલસાડ જિલ્લામાં 19 ડિસેમ્‍બરે યોજાનારી 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોમાં પડાપડી જોવા મળી રહી છે. સભ્‍યો અને સરપંચ પદ માટે શનિવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે જે તે મામલતદાર કચેરીમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શુક્રવાર સુધીમાં સરપંચ માટે 1048 ઉમેદવારી ફોર્મ અને વોર્ડ સભ્‍યો માટે 4979 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જોકે એમા શનિવારની અંતિમ તારીખનો આંક ઉમેરાશે. ત્‍યારબાદ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે. તો બીજી તરફ સમરસ ગ્રામ પંચાયત બનાવનાના પણ ભરપૂર પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે.તેમાં ઝાઝી સફળતા મળી નથી. જિલ્લામાં માત્ર વાપી તાલુકાની 23 પંચાયતો પૈકી માત્ર કરાયા પંચાયત અને પારડી તાલુકાની 46 પંચાયતો પૈકી બગવાડ, સરોઘી, ઉદવાડા, અને ધગડમાળ એમ કુલ ચાર પંચાયતો સમરસ બની છે. બાકીની પંચાયતોમાં ચૂંટણી જંગ ખેલાશે

Related posts

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment