Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

  • પશુપાલન શાખા પાસે હાલમાં 11300 રસીનો ડોઝ ઉપલબ્ધ, રખડતા પશુઓનું પણ રસીકરણ કરાશેઃ જિલ્લા વિકાસ અધિકારી

  • 32 ગૌશાળા અને 1 પાંજરાપોળના પશુઓનું 100 ટકા રસીકરણ માટે 30 ટીમ કાર્યરત, અત્યાર સુધીમાં 850નુ રસીકરણ કરી દેવાયું વલસાડના ભાગડાવડાની ગૌશાળામાં 3 શંકાસ્પદ કેસની ડીડીઓશ્રીએ મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૧
વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસને ઉગતો જ ડામી દેવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ સોમવારે પશુ પાલન ખાતાની તાકીદની મીટિંગ બોલાવી હતી, જેમાં 100 ટકા રસીકરણ અને સર્વે માટે 30 ટીમ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. બાદમાં ડીડીઓશ્રીએ વલસાડના ભાગડાવડાની ગૌશાળાની પણ મુલાકાત લઈ લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓની સારવાર અંગે માહિતી મેળવી હતી. વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના ગાય વર્ગના 5 પશુમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જે પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તે પણ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે. પશુપાલન શાખા દ્વારા શરૂઆતથી જ તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હોવાથી હાલમાં 5 પૈકી 4 પશુમાં રિકવરી આવતા રાહત અનુભવાઈ છે. હવે માત્ર 1 શંકાસ્પદ છે જે સારવાર હેઠળ છે.

રાજ્યના કેટલાક જિલ્લામાં લમ્પી વાયરસના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ સોમવારે વલસાડ જિલ્લા પંચાયતના સભાખંડમાં પશુપાલન વિભાગની મહત્વની મીટિંગ બોલાવી હતી. જેમાં ડીડીઓશ્રી ગુરવાનીએ તાલુકા વાઈઝ લાઈઝનીંગ ઓફિસરની નિમણૂંક કરી રસીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડ જિલ્લાની 32 ગૌશાળામાં 2783 પશુધન અને જિલ્લાની એક માત્ર વાપી ખાતેની પાંજરાપોળમાં 1042 પશુધનનું 100 ટકા રસીકરણ તાત્કાલિક અસરથી કરવા સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, સર્વે અને રસીકરણની કામગીરી માટે પશુપાલન અને જીવીકે 10 એમવીડીની 30 ટીમ કાર્યરત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 પશુ મળી કુલ 850 પશુધનનું રસીકરણ કરી દેવાયું છે. જેમાં તાલુકાવાર વિગત જોઈએ તો વલસાડમાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 નો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી તુરંત જ રસીકરણના 11300ના ડોઝ ખરીદવામાં આવ્યા છે. રખડતા પશુઓના રસીકરણ માટે પણ પશુપાલન શાખા અને વલસાડ-વાપીની નગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત સાથે મળીને રસીકરણની કામગીરી કરાશે. મીટીંગ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વલસાડના ભાગડાવડાની ગૌશાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓની સારવાર અને તંદુરસ્ત પશુઓના રસીકરણ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.
વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક પી.જે.દેસાઈએ જણાવ્યું કે,સૌપ્રથમ તા. 16 જુલાઈના રોજ ઉમરગામ તાલુકાના ફણસામાં એક પશુપાલકને ત્યાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો 2 ગાય વર્ગમાં જણાયા હતા. જેથી લોહીના નમૂના, નાકનો સ્ત્રાવ અને ચેપગ્રસ્ત ચામડીના ભીંગડાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા 2 પૈકી માત્ર 1 કેસ પોઝિટિવ જણાયો હતો. જેની પહેલા દિવસથી જ સારવાર ચાલુ કરી દીધી હોવાથી હાલમાં સંપૂર્ણપણે રિકવરી થઈ ગઈ છે. તા. 29 જુલાઈના રોજ વલસાડના તીથલ રોડ પર ભાગડાવડાની ગૌશાળામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ ગાય વર્ગમાં જોવા મળ્યા હતા. જે પૈકી 2ની રિકવરી થઈ ગઈ છે માત્ર 1ની સારવાર ચાલુ છે. જો કે આ ત્રણેયના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. અત્યાર સુધીમાં ઉમરગામ અને વલસાડ મળી કુલ 5 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. જેમાં ફણસાનો 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. જે હાલ તંદુરસ્ત છે. બાકી 4 શંકાસ્પદ કેસ હતા તેમાંથી પણ 3ની રિકવરી થઈ ગઈ છે હવે માત્ર વલસાડમાં 1 સારવાર હેઠળ છે. જિલ્લામાં પશુઓમાં લમ્પી રોગના ચિન્હો જણાય તો 1962 પર અથવા તો નજીકના સરકારી પશુ દવાખાનાનો સંર્પક કરવો. પશુપાલકોમાં આ રોગ અંગે જાગૃતિ ફેલાવવા 8000 પત્રિકા જિલ્લાની દૂધ મંડળી, ગ્રામ પંચાયતો અને જાહેર સ્થળો પર લગાડવામાં આવી છે. દરેક તાલુકાના પશુ દવાખાના અને વિવિધલક્ષી પશુચિકિત્સાલય સંસ્થા પર 12/8 સાઈઝના બેનર લગાવાયા છે.
લમ્પી રોગના લક્ષણો
સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનું બંધ કરે અથવા ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઈ જાય અને કયારેક મૃત્યુ પામે છે.
રોગનો ફેલાવો કેવી રીતે થઈ શકે
મચ્છર, માખી, જૂ, ઈતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના વિષાણુ રોગીષ્ઠ પશુના ફોલ્લાના પ્રવાહીમાં, નાકમાંથી વહેતા પાણી, અશ્રુ, દૂધ, ચામડીમાંથી ખરેલા ભીંગડામાં અને વીર્ય દ્વારા પણ ફેલાય છે.
રોગને ફેલાતો અટકાવવા શુ કરવું
રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુઓનું સ્થળાંતર બંધ કરવું, માખી, મચ્છર અને ઈતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો, 6 મહિનાથી વધુ ઉમરવાળા પશુઓનું રસીકરણ કરવું, માત્ર સ્વસ્થ પશુઓનું રસીકરણ કરવું.

Related posts

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

vartmanpravah

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

37 ટેકવાન્‍ડો નેશનલ ચેમ્‍પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા

vartmanpravah

Leave a Comment