January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે વાહનચોરીના કેસમાં આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્માની પનવેલથી કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા વાહનચોરીના કેસમાં મહારાષ્ટ્રથી એક આરોપીની ધરપકડ કરી અંદાજીત 5.50લાખની કિંમતનું વાહન જપ્ત કરવામાં આવ્‍યું છે. નરોલી ગામના ગણપતિ કાંગુલે (ઉ.વ.38) રહેવાસી ઈશ્વરભાઈની ચાલ, સિંદુર ફળિયા, અથાલ જેઓએ 13 ફેબ્રુઆરીના રોજ નરોલી પોલીસ સ્‍ટેશનમાં એમના વાહન ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઇપીસી 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્‍યાન ચોરીનું વાહન માઉન્‍ટેન હોટેલ, મનોર, પાલઘર ખાતે પાર્ક કરેલ હોવાની માહિતી મળતા નરોલીના એસ.એચ.ઓ. પી.એસ.આઇ. શ્રી સ્‍વાનંદ ઇનામદાર ટીમ બનાવી ઘટના સ્‍થળે પહોંચી ચોરીનું વાહન શોધી કાઢ્‍યું હતું અને આરોપી કૃષ્‍ણા દેવીશંકર વર્મા (ઉ.વ.40) રહેવાસી પનવેલ, જિલ્લો રાયગઢ,મહારાષ્ટ્ર. મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશનાને ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પાસેથી વાહન જપ્ત કરવામાં આવ્‍યું
નરોલી પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપી આંતરરાજ્‍ય ગુનેગાર અને અન્‍ય વાહનચોરીના અનેક કેસોમાં સંડોવાયેલો હોવાની પણ કબુલાત કરી હતી. આ કેસની વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment