December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્‌વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવા કરેલા અનુરોધનું પાડેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા તાજેતરમાં જલવાયુ સંમેલનમાં વિશ્વને કરેલા આહ્‌વાનના પગલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલર પેનલ દ્વારા સૌરઊર્જાના ઉત્‍પાદનનો આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાહાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલરરૂફ લગાવી સૌરઊર્જા ઉત્‍પાદનની શરૂઆત કરી છે.

Related posts

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

સરકારના ભૂસ્‍તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાતા ચીખલીમાં દિવાળીના તહેવાર ટાણે જ ટ્રકોના પૈંડા થંભી ગયા

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે કાર્યકર્તાઓની કારોબારી બેઠક મળી

vartmanpravah

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment