પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્સાહન આપવા કરેલા અનુરોધનું પાડેલું પ્રતિબિંબ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2030 સુધી ભારતમાં ઉત્પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્પાદન ગ્રીન એનર્જીથી કરવા તાજેતરમાં જલવાયુ સંમેલનમાં વિશ્વને કરેલા આહ્વાનના પગલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલર પેનલ દ્વારા સૌરઊર્જાના ઉત્પાદનનો આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાહાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલરરૂફ લગાવી સૌરઊર્જા ઉત્પાદનની શરૂઆત કરી છે.