October 16, 2026
Vartman Pravah
દમણ

ડીઆઈએના પ્રમુખ પવન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ આર.કે.કુન્‍દનાની સહિત પ્રતિનિધિઓએ કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલની આગેવાની હેઠળ ઔદ્યોગિક પ્રતિનિધિઓએ આજે દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવને મળ્‍યા હતા અને તેઓને તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્‍છા પાઠવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, શ્રી શરદ પુરોહિત, શ્રી રાજકુમાર લોઢા, શ્રી આર.કે. શુક્‍લ, શ્રી ભાર્ગવ વિનીત, શ્રી ગૌરવ ચૌધરી અને શ્રી કાનજીભાઈ ટંડેલ, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવને મળી, તેમને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી શુભેચ્‍છા પાઠવી હતી.
મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવે દમણ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓને બોલાવ્‍યા હતા અને જણાવ્‍યું હતું કે, તેઓ વધુમાં વધુ ઔદ્યોગિકકર્મચારીઓને કોરોનાના બંને ડોઝ મળે એ માટે આહવાન કર્યુ હતું.
જેના અંગે ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે જણાવ્‍યું હતું કે, ડી.આઈ.એ.એ હંમેશા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાના તમામ પ્રયાસો કર્યા છે અને ભવિષ્‍યમાં પણ પ્રશાસનની નીતિઓ અને સૂચનાઓને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ રાખશે.

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment