Vartman Pravah
Breaking Newsસેલવાસ

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

વિજેતા વિદ્યાર્થીઓને નરોલી પંચાયત હોલ ખાતે પ્રોત્‍સાહિત ઈનામ વિતરિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ નિમિતે રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન દેશમાં ઊર્જાની બચતને પ્રોત્‍સાહિત કરવા માટે ઉર્જા મંત્રાલયના અંતર્ગત ઉર્જા કાર્યકુશળતા બ્‍યુરો દ્વારા રાષ્‍ટ્રીય જાગરૂકતા અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. જેમાં શાળા, પ્રદેશ અને રાષ્‍ટ્રીય સ્‍તરે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન એજ જાગરૂકતા અભિયાન અંતર્ગત આયોજીત કરવામાં આવ્‍યું છે, જેનાથી બાળકોમાં ઊર્જાની બચત અંગે જાગરૂકતા પેદા થશે, સાથે બાળકોના વાલીઓ પણ આનાથી શિક્ષિત થશે અને ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ થશે.
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ ભારતના કેન્‍દ્રીય પરીક્ષણ સંસ્‍થા દ્વારા દાનહમાં શાળા અને યુ.ટી. સ્‍તરની ધોરણ 4, 5 અને 6 વર્ગ એ, ધોરણ 7,8,9 અને 10 વર્ગ બીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગના સહયોગ દ્વારા ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ પ્રતિયોગિતામાં પ્રદેશની 194 જેટલી શાળાઓમાં ચિત્રકલા હરીફાઈ આયોજીત કરાઈ હતી. જેમાં 2965 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, દરેક શાળામાંથી બે સર્વશ્રેષ્ઠ ચિત્રની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલ ચિત્રોમાંથી 26 સર્વશ્રેષ્ઠ ચિત્ર બનાવનાર વિદ્યાર્થીઓને પ્રદેશ સ્‍તરની પ્રતિયોગિતા નરોલી ખાતે આયોજીત કરવામાં આવી હતી.
હરીફાઈ બાદ પુરસ્‍કાર પણ વિતરિત કરવામાં આવ્‍યા હતા. જેમાં શિક્ષણ વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન, શિક્ષણ અધિકારી શ્રી પરિતોષ શુક્‍લા પાવરગ્રીડના મહાપ્રબંધક શ્રી ઉત્‍પલ શર્મા, કલગામ પાવરગ્રીડ ઇન્‍ચાર્જ શ્રી ભૂષણ સાળુકેના હસ્‍તે ઈનામો વિતરણ કરવામાં આવ્‍યા હતા.
આ ચિત્રકલા પ્રતિયોગિતામાં બન્ને વર્ગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને પુરસ્‍કાર રકમ રૂપિયા 50 હજાર, 30 હજાર, 20 હજાર પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્‍યા હતા. આ સાથે બન્ને વર્ગના બીજા દસ વિજેતાઓને રૂપિયા 7500/-નું પ્રોત્‍સાહન ઇનામ આપવામાં આવ્‍યું હતું. એમની સાથે બીજા સો બાળકોને એલઇડી બલ્‍બ અને બે હજાર યાત્રા ખર્ચ, સ્‍કૂલ બેગ આપવામાં આવી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્‍કાર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ વર્ગ-એ અને વર્ગ-બીના રાષ્‍ટ્રીય સ્‍તરની ચિત્રકલા પ્રતિયોગિતા 12મી ડિસેમ્‍બરના રોજ નવી દીલ્‍હી ખાતે યોજનાર છેજેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Related posts

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

દમણમાં કોંગ્રેસની યોજાઈ વિશાળ જાહેર સભા

vartmanpravah

Leave a Comment