Vartman Pravah
Breaking Newsવાપી

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.09: વાપી જીઆઈડીસીના ભડકમોરામાં આવેલ ગલેના મેટલ્‍સ પ્રા.લિ. કંપનીમાંથી તસ્‍કરોએ રૂા.1.33 લાખના સીસાની પ્‍લેટની ચોરી કરી ગયા હતાં. જે બનાવની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસીના ભડકમોરા સેલવાસ માર્ગ સ્‍થિત ગલેના મેટલ્‍સ પ્રા.લિ. કંપની આવેલી છે. જેમાં સીસાનો કાચો માલ લઈ મટીરીયલ તૈયાર કરવામાં આવે છે. રાબેતા મુજબ કંપનીમાં કામ પત્‍યા બાદ સાંજે સાડા પાંચેક વાગ્‍યે બંધ કરી દેવામાં આવે છે. ગત તારીખ 4-12-21 ના રોજ શનિવારે સાડા પાંચેક વાગ્‍યે કંપની બંધ કરી હતી અને બીજા દિવસે રવિવાર રજા હોવાથી કંપની બંધ રાખી હતી. જે સમયગાળા દરમિયાન તસ્‍કરોએ કોઈક સાધન વડે કંપનીનો દરવાજો ખોલી અંદર પ્રવેશી સીસાની પ્‍લેટ નંગ 18 ચોરી કરી ગયા હતાં. સોમવારે કંપની ખુલતા ચોરી થયાનું માલુમ પડયું હતું. ચોરી થયેલ સીસાની પ્‍લેટની કિંમત રૂા.1,33,200/- થાય છે. જે બનાવની ફરિયાદ મનિષ રાજેન્‍દ્ર દોશી(ઉં.આ.49, રહે. મુંબઈ) એ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવી હતી.

Related posts

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એગ્રી સ્‍ટેકનું સર્વર ડાઉન થતાં નોંધણી માટે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા સાથે ધક્કા ખાવાની નોબત આવતા ભારે રોષ

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

Leave a Comment