Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

  • સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ-રાજકીય પક્ષો પોત-પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસની ઉજવણી કરી શકેછે

  • દાનહ અને દમણ-દીવનું એકીકરણ થવાથી હવે 26મી જાન્‍યુઆરીના દિવસને પ્રજાસત્તાકની સાથે સાથે મર્જર ડે તરીકે ધામધૂમથી ઉજવવાનો લેવાયેલ પ્રશાસનિક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવાના હોવાની માહિતી મળી રહી છે અને સંભવતઃ દમણના ઈતિહાસમાં પહેલી વખત માર્ચપાસ્‍ટ પણ નહી યોજાવાની હોવાની જાણકારી મળી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ દાનહનો મુક્‍તિ દિવસ રજી ઓગસ્‍ટ અને દમણ-દીવનો મુક્‍તિ દિવસ 19મી ડિસેમ્‍બર પ્રશાસનિક ઉજવણી માટે અપ્રસ્‍તુત બની ગયો છે.પરંતુ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ કે રાજકીય પક્ષો પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસના કાર્યક્રમની ઉજવણી કરી શકે છે.
ભારત દેશની સ્‍વતંત્રતા બાદ દાદરા નગર હવેલી 7 વર્ષ અને દમણ-દીવ 14 વર્ષ બાદ પોર્ટુગીઝોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ વર્ષે ગોવા પોતાની મુક્‍તિના 6 દાયકા પૂર્ણ થતાં 60 વર્ષની ઉજવણી ખુબ જ રોમાંચથી કરી રહ્યું છે.જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પણ ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળે છે.
1987ના મે મહિનાની 31મી તારીખે ગોવાને સંપૂર્ણ રાજ્‍યનોદરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવે સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકેનો પોતાનો દરજ્‍જો જાળવી રાખ્‍યો હતો. તે સમયે દમણ અને દીવનું વિલીનીકરણ દાદરા નગર હવેલી સાથે એક કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે કરાયું હોત તો આજે આ પ્રદેશ પણ વિધાનસભાના ગઠનની માંગણી જોશપૂર્વક કરી શકવા સક્ષમ બન્‍યો હોત.
હવે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ થયું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસનને બંને જિલ્લા માટે અલગ-અલગ મુક્‍તિ દિવસની ઉજવણી કરવાનું યોગ્‍ય લાગતુ નહી હોવાના કારણે હવે 26મી જાન્‍યુઆરીના વિલીનીકરણ દિવસની ઉજવણી રાજ્‍ય સ્‍તરના પર્વ તરીકે ધૂમધામથી કરવાનો નીતિ-વિષયક નિર્ણય લેવાયેલ હોવાની પણ જાણકારી મળી રહી છે.

Related posts

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment