(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: કેનકેન મેથ્સ પઝલ ઓલમ્પિયાડ દ્વારા કેનકેન ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપ-2022નું ધોરણ-3 થી ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્કૂલ લેવલ, સીટી લેવલ અને સ્ટેટ લેવલ એમ ત્રણ પરીક્ષા લેવાઈ હતી. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્લીશ મીડિયમ, શ્રી સ્વામિનારાયણ માધ્યમિક અને ઉ. માધ્યમિક સ્કૂલ તથા શ્રી સ્વામિનારાયણ સી.બી.એસ.ઈ સ્કૂલ, સલવાવના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જે પૈકી 49 વિદ્યાર્થી રાજ્યકક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી હવે નેશનલ લેવલ માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે.
કેનકેન એક એવી સંસ્થા છે કે જે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓને સ્કૂલ લેવલથી ઈન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી પોતાનામાં રહેલી ગાણિતિક જ્ઞાનને પ્રકાશવા મંચ પુરૂ પાડે છે. સાથે સર્ટિફિકેટ અને મેડલ આપી પ્રોત્સાહન આપે છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના મેં. ટ્રસ્ટી. પૂ. કપીલ સ્વામી, ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અનેઆચાર્યશ્રી ચંદ્રવદન પટેલ, આચાર્યશ્રી આશા દામા, આચાર્યશ્રી રીનાબેન દેસાઈ, આચાર્યશ્રી મિનલ દેસાઈ તથા તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ તેમજ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.