Vartman Pravah
Breaking Newsદમણદીવ

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે સાદગીપૂર્ણ રીતે થનારી મુક્‍તિ દિવસની ઉજવણી

  • સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ-રાજકીય પક્ષો પોત-પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસની ઉજવણી કરી શકેછે

  • દાનહ અને દમણ-દીવનું એકીકરણ થવાથી હવે 26મી જાન્‍યુઆરીના દિવસને પ્રજાસત્તાકની સાથે સાથે મર્જર ડે તરીકે ધામધૂમથી ઉજવવાનો લેવાયેલ પ્રશાસનિક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવાના હોવાની માહિતી મળી રહી છે અને સંભવતઃ દમણના ઈતિહાસમાં પહેલી વખત માર્ચપાસ્‍ટ પણ નહી યોજાવાની હોવાની જાણકારી મળી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ દાનહનો મુક્‍તિ દિવસ રજી ઓગસ્‍ટ અને દમણ-દીવનો મુક્‍તિ દિવસ 19મી ડિસેમ્‍બર પ્રશાસનિક ઉજવણી માટે અપ્રસ્‍તુત બની ગયો છે.પરંતુ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ કે રાજકીય પક્ષો પોતાના કાર્યાલયમાં મુક્‍તિ દિવસના કાર્યક્રમની ઉજવણી કરી શકે છે.
ભારત દેશની સ્‍વતંત્રતા બાદ દાદરા નગર હવેલી 7 વર્ષ અને દમણ-દીવ 14 વર્ષ બાદ પોર્ટુગીઝોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ વર્ષે ગોવા પોતાની મુક્‍તિના 6 દાયકા પૂર્ણ થતાં 60 વર્ષની ઉજવણી ખુબ જ રોમાંચથી કરી રહ્યું છે.જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પણ ઉપસ્‍થિત રહેવાના હોવાનું જાણવા મળે છે.
1987ના મે મહિનાની 31મી તારીખે ગોવાને સંપૂર્ણ રાજ્‍યનોદરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવે સ્‍વતંત્ર કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકેનો પોતાનો દરજ્‍જો જાળવી રાખ્‍યો હતો. તે સમયે દમણ અને દીવનું વિલીનીકરણ દાદરા નગર હવેલી સાથે એક કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે કરાયું હોત તો આજે આ પ્રદેશ પણ વિધાનસભાના ગઠનની માંગણી જોશપૂર્વક કરી શકવા સક્ષમ બન્‍યો હોત.
હવે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ થયું હોવાથી સંઘપ્રદેશ પ્રશાસનને બંને જિલ્લા માટે અલગ-અલગ મુક્‍તિ દિવસની ઉજવણી કરવાનું યોગ્‍ય લાગતુ નહી હોવાના કારણે હવે 26મી જાન્‍યુઆરીના વિલીનીકરણ દિવસની ઉજવણી રાજ્‍ય સ્‍તરના પર્વ તરીકે ધૂમધામથી કરવાનો નીતિ-વિષયક નિર્ણય લેવાયેલ હોવાની પણ જાણકારી મળી રહી છે.

Related posts

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

vartmanpravah

રાજય સરકારના પોષણ અભિયાનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment