September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુજ નેટવર્ક)
દમણ, તા.15
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (ડીઆઈએ) એ સ્‍વર્ગસ્‍થ સીડીએસ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી છે. બુધવારે બપોરે 3:00 વાગ્‍યે ડીઆઈએ હોલમાં સીડીએસ સ્‍વ. બિપિન રાવતની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ઉપપ્રમુખ શ્રી શરદ પુરોહિત, ખજાનચી શ્રી આર. કે. શુક્‍લા, શ્રી રમેશ કુન્‍દનાની, શ્રી રાજકુમાર લોઢા, શ્રી છોટુભાઈ પટેલ, શ્રી પી.કે.સિંઘ વગેરે જેવા ઉદ્યોગપતિઓ અને સભ્‍યોએ સ્‍વર્ગસ્‍થ સીડીએસ બિપિન રાવતની તસવીરને ફૂલહાર પહેરાવી, દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
ડીઆઈએના સભ્‍યોએ સ્‍વ. બિપિન રાવતને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ બાદ યોજાયેલી બેઠકમાં, ડીઆઈએ સભ્‍યોએ ઉદ્યોગના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો અને કામદારોના ફરજિયાત રસીકરણ ઉપર ભાર મૂકયો હતો.

Related posts

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ)માં મહેંદી સ્‍પર્ધા અને કેશગૂંફનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ નગરપાલિકાના વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment