Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજ વકૃત્વ સ્પર્ધામાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં દરેક વિધાર્થીને યુનિવર્સિટી અભ્યાસક્રમની સાથે સર્વાંગી વિકાસના હેતુથી દરેક ક્ષેત્રનું માર્ગદર્શન આપી તાલીમ પણ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત રોફેલ કોલેજ વાપી ખાતે આંતર કોલેજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વિવિધ કોલેજોમાંથી કુલ ૧૭ સ્પર્ધકોએ ભાગ લીધા હતો. આ સ્પર્ધામાં સદર કોલેજની વિધાર્થીની કુમારી શ્રુતિ દુબેએ ભાગ લઈ ઉત્ક્રુષ્ઠ દેખાવ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ વકૃત્વ સ્પર્ધાની તાલીમ અને માર્ગદર્શન કોલેજના પ્રાધ્યાપક ડો. યતીન વ્યાસ તથા મીસ. રીયા પટેલ દ્વારા આપવામાં આવી હતી. કોલેજની વિઘાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવતા કોલજના આચાર્ય ડો. પૂનમ બી. ચોહાણે સમગ્ર વિઘાર્થી ગણ તથા સ્ટાફ મિત્રોએ વિધાર્થીનીનો આભાર વ્યક્ત કરી વિધાર્થીને આગળ વૃધ્ધિ પામવાની શુભેચ્છા પાઠવી હતી.

Related posts

દમણ જિલ્લાના રસ્‍તાઓ ડેકોરેટીવ સ્‍ટ્રીટ લાઈટથી ઝળહળશે : દમણના PWD એ રૂા. 27 કરોડ 53 લાખમાં આપેલો વર્ક ઓર્ડર

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah

Leave a Comment