Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માત મૃત્‍યુ થતા આઈ.સી.આઈ.સી.આઈ લોમ્‍બાર્ડ ઈન્‍સ્‍યુરન્‍સ દ્વારા રૂા.7,78,560નો વીમો પાસ થતાં તેમના પરિવારને ચેક એનાયત કરવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દીવના પાવટી બંદરે ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ માછીમારના પરિવારને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના હસ્‍તે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. દીવમાં મુખ્‍યત્‍વે માછીમારીનો ધંધો છે જેથી દીવમાં મોટાભાગના લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. માછીમારી દરમિયાન ઘણા માછીમારો આકસ્‍મિક રીતે મૃત્‍યુ પામે છે.
ગત વર્ષે વણાંકબારાના વતની મનિષા રામજી સોમાની અન્નપૂર્ણા સાગર નામકની બોટમાંથી રમેશ નથુ બારીયા નામનો માછીમાર બોટમાંથી ખાડીમાં પડી જતા મૃત્‍યુ પામેલ, બોટના માલિક દ્વારા આઈ.સી. આઈ.સી.આઈ લોમ્‍બાર્ડમાં ઈન્‍સ્‍યુરન્‍સ કાઢાવવામાં આવ્‍યો હતો. જે ઈન્‍સ્‍યુરન્‍સ પાસ થતાં રમેશ નથુ બારીયાની પત્‍ની મંજુલા રમેશ તથા તેના બાળકોને 7,78,560નું વળતર પેટે ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો. આ ચેક મળતા મંજુલાબેન તથા તેમના પરિવારને સહાય મળી રહેશે.

Related posts

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

‘સેવ હ્યુમન લાઈફ’ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈઃ 68 યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment