April 27, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.15
આજરોજ જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત ચાઈલ્‍ડલાઈન સર્વિસ દીવ દ્વારા એક્‍સિસ બેંક ખાતે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચાઈલ્‍ડલાઈન સર્વિસની કાર્ય પ્રણાલી તથા 1098 કોલિંગ સેવા વિશે ઉપસ્‍થિતોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. જેમ કે કોઈ બાળક મુશ્‍કેલીમાં હોય? કોઈબાળક ખોવાય ગયેલ હોય? કોઈ બાળકને મેડિકલ મદદ જોઈતી હોય? કોઈ બાળક ઘર તરછોડી જતું રહ્યું હોય? કોઈ બાળક શિક્ષણથી વંચિત હોય કે કોઈ બાળક સાથે દુર્વ્‍યવહાર થતો હોય બાળમજૂરી અથવા હિંસા થતી હોય? કે પછી બાળકોના માતાપિતાને બાળકોના લાગતી મુંજવણ અંગે પ્રશ્ન હોય જેવી અન્‍ય તમામ બાબતો માટે 1098 ઉપર કોલ કરવાથી બાળકને મદદરૂપ થાય છે તથા બાળકોના હિતો, અધિકારો અને રક્ષણ માટે સમજૂતિ આપી હતી.
આ અવસરે એક્‍સિસ બેન્‍કના મેનેજર શ્રી હિતેશભાઈ તથા સહ સ્‍ટાફ ગણ ઉપસ્‍થિત રહ્યા હતી. સમસ્‍ત કાર્યક્રમનું આયોજન ચાઈલ્‍ડલાઈન, દીવ પ્રોજેકટ ડાયરેક્‍ટર આરીફભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચાઈલ્‍ડલાઈન દીવના કો-ઓર્ડીનેટર તનવીર એસ. ચાવડા, ટીમ મેમ્‍બર હર્ષાબેન શાહ અને વોલન્‍ટિયર અંજનાબેન યાસીન, જહેમત ઉઠાવી.

Related posts

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખ કોણ? રાજકીય સસ્‍પેન્‍સનો અંત : નવા હોદ્દેદારો જાહેર

vartmanpravah

વેતન ના ચૂકવતા કફોડી હાલતમાં મુકાયેલ મહિલા કર્મચારીની મદદે અભયમ વલસાડ

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

Leave a Comment