March 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

લેબર વિભાગ નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે પોર્ટલના માધ્‍યમથી સેતૂ બનશેઃ લેબર કમિશનર તપસ્‍યા રાઘવના દિશા-નિર્દેશથી લેબર વિભાગે શરૂ કરેલ પોર્ટલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આદેશથી દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને કમર કસી છે. દમણના જિલ્લા કલેક્‍ટર અને લેબર કમિશનર ડો. તપસ્‍યા રાઘવની રાહબરી હેઠળ દમણના સંયુક્‍ત લેબર કમિશનર અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા બાદ ઠોસ કાર્યવાહી શરૂ કરી છે. જેની કડીમાં લેબર વિભાગ દ્વારા નોકરીવાંચ્‍છુ અને નોકરીદાતા વચ્‍ચે સેતૂ બનવા એક પોર્ટલ ડેવલપ કરવામાં આવ્‍યું છે. જેમાં નોકરીવાંચ્‍છુ ઉમેદવાર પોતાની અરજી, જરૂરી માહિતી, શૈક્ષણિક તથા અન્‍ય લાયકાત વગેરે દમણના લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગ દ્વારા દર્શાવેલ લીંક https://www.labourdnhdd.in/job/login.php ઉપર મોકલવાનું રહેશે. ત્‍યારબાદ નોકરીદાતા ઉદ્યોગો, સંગઠનો, હોટલ, સંસ્‍થા વગેરે પોતાના એકમમાં કઈ પોસ્‍ટ માટે કેટલી જગ્‍યાખાલી છે તેની માહિતી ઉપલબ્‍ધ કરાવી પોતાને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવી તેમની નિયુક્‍તિ કરવામાં આવે એ પ્રકારની વ્‍યવસ્‍થા દમણ જિલ્લા પ્રશાસને શરૂ કરી છે. તેથી દમણ જિલ્લાના ઉદ્યોગો, એકમોમાં નોકરી ઈચ્‍છતા બેરોજગાર યુવાનોને જિલ્લા પ્રશાસન દ્વારા આયોજીત થનારા રોજગાર મેળાનો લાભ લેવા એક અખબારી યાદીમાં દમણ જિલ્લાના સંયુક્‍ત લેબર કમિશનર શ્રી મોહિત મિશ્રાએ વિનંતી કરી છે.

Related posts

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

Leave a Comment