October 14, 2025
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

સરદાર ચોકમાં પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, પાલિકાના હોદ્દેદારોએ સરદાર પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
અખંડ ભારતના ઘડવૈયા, દિર્ઘદ્રષ્‍ટા,લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર વલ્લભભાઈ પટેલની આજે બુધવારે પુણ્‍યતિથિએ વાપી ભાજપ પરિવારે સરદાર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી.
વાપી બજાર મેઈન રોડ ઉપર આવેલ સરદાર ચોક સ્‍થિત સરદાર પટેલની પ્રતિમાને વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ સહિતના આગેવાનોએ પુષ્‍પાંજલી અર્પણ કરીને સરદાર પટેલની પુણ્‍યતિથિની ઉજવણી કરી હતી.
આ શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment