Vartman Pravah
Breaking Newsદમણ

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના માર્ગદર્શન હેઠળ આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ વિકલાંગ લોકો માટે બે દિવસીયમૂલ્‍યાંકન શિબિરનું આયોજન નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના પરિસરમાં સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગ તથા એલિમ્‍કોના સંયુંક્‍ત પ્રયાસોથી કરવામાં આવ્‍યું હતું.
આ બે દિવસીય શિબિરનું ઉદ્‌ઘાટન દમણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, સમાજ કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલ, આરોગ્‍ય વિભાગના તબીબી અધિક્ષક શ્રી સંજય વર્મા, એલિમ્‍કોના પ્રતિનિધિ શ્રી દીપક ગુપ્તા અને સાર્વજનિક શાળાના વાઇસ પ્રિન્‍સીપાલ ડી.એન.મિષાીએ દીપ પ્રગટાવીને કર્યું હતું.
આ અવસરે સમાજ કલ્‍યાણ વિભાગના નાયબ સચિવ શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, આ બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે વયોશ્રી યોજના, સર્વ શિક્ષા અભિયાન, એડીઆઈપી વગેરેનો લાભ દમણના તમામ વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગો અને લોકો સુધી પહોંચાડી તેમને લાભાન્‍વિત કરવાનો છે. વિશેષમાં તેમણે જણાવ્‍યું હતું કે, પ્રદેશના તમામ વરિષ્ઠ નાગરિકો માટે મફત સેવા 14567 વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, વળદ્ધાશ્રમ, કાયદાકીય અને પેન્‍શન સહિત અનેક મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે કુલ-07 કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ડીએનએચ-04,દીવ-01 અને દમણ-01માં યોજાયા છે અને આ વર્ષનો આ છેલ્લો કેમ્‍પ છે.
આ સંદર્ભમાં દમણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે જણાવ્‍યું હતું કે, દમણની જનતાનો કેમ્‍પમા આવી સહયોગ આપવા બદલ આભાર માન્‍યો હતો.
આ કેમ્‍પમાં ઓડિયોલોજિસ્‍ટ, નેત્ર રોગ વિશેષજ્ઞ, ઓર્થોપેડિક સર્જન, ડેન્‍ટિસ્‍ટ, કાન/નાક/ગળાના ડોક્‍ટર, સાયકોલોજીસ્‍ટ અને મેડિકલ ઓફિસરની ટીમે વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનોની વિવિધ સમસ્‍યાઓના નિરાકરણ માટે સેવા આપી હતી. નિષ્‍ણાંતો દ્વારા તેમની જરૂરિયાત મુજબ મૂલ્‍યાંકન સામગ્રી સૂચવવામાં આવી હતી. જેમાં તેઓને વ્‍હીલચેર, ડીજીટલ હિયરીંગ એઇડ,ત્રિપાઈ ટેટ્રાપોડ, ચશ્‍મા, કોમોડ સાથે વ્‍હીલચેર સહિતની સુવિધા વિનામૂલ્‍યે આપવામાં આવશે.
આ સાથે કલેક્‍ટર અને પંચાયત વિભાગ દ્વારા સ્‍થળ પર જ રજીસ્‍ટ્રેશન કરાવીને એસેસરીઝ, આવકનું પ્રમાણપત્ર, પેન્‍શન, યુડી આઈડી કાર્ડની સુવિધા આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓએ સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો.

Related posts

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

દીવ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા પ્રોસેશન તથા પ્રાર્થના કરવામાં આવી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

Leave a Comment