Vartman Pravah
Breaking Newsતંત્રી લેખસેલવાસ

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

પુત્રીની લાશના ટૂકડા કરી વાઘછીપાથી ચિભડકચ્‍છ તરફ જતી નહેરમાં ફેંકી દીધા જ્‍યારે પત્‍નીનું મોત નિપજાવી લાશને કોથળામાં ભરી ઘરમાં રાખી મુકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : સેલવાસના ડોકમરડી ખાડીપાડા વિસ્‍તારમાં રહેતા એક પરિવારમાં થયેલા આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની નિર્મમ હત્‍યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સેલવાસના ડોકમરડી ખાડીપાડા વિસ્‍તારમાં રહેતા એક પરિવારમાં આંતરિક ઝઘડામાં પતિએ એની પત્‍ની અને પુત્રીની હત્‍યા કરી પુત્રીની લાશના ટૂકડા કરી નહેરમા ફેંકી દીધી હતી અને પત્‍નીનું મોત નિપજાવી લાશને કોથળામાં ભરી ઘરમાં રાખી હોવાની સનસનાટીભરી ઘટના બની છે.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેશ મહેતા રહેવાસી ડોકમરડી ખાડીપાડા સેલવાસ. મૂળ રહેવાસી ગુજરાતના મહુવા ગામ. જેઓ એમની પત્‍ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. સુરેશ મહેતા એમની મોટી પુત્રી અને પત્‍ની સાથે ઘરના ભાડા અંગે વારંવાર ઝઘડાઓ થતા હતા. એમની પત્‍ની ઘરમાલિક સુરેશભાઈને ભાડાના પૈસા આપતા ન હતા.
આજે સોમવારના રોજ સુરેશભાઈના ઘરમાંથી દુર્ગંધ આવતા આજુબાજુના લોકોએપોલીસને ફરિયાદ કરી હતી તેથી પોલીસની ટીમ ઘટના સ્‍થળે આવી તપાસ કરતા સુરેશભાઈએ એમની પત્‍નીએ આત્‍મહત્‍યા કરી લીધી છે એવું જણાવ્‍યું હતું. પરંતુ પોલીસને શંકા જતા કડક પૂછપરછ કરતા એમણે કબુલ્‍યુ હતું કે મારી મોટી પુત્રીની અને પત્‍નીની શનિવારના રોજ હત્‍યા કરી છે અને પુત્રીની લાશના ટૂકડા કરી વાઘછીપાથી ચિભડકચ્‍છ તરફ જતી નહેરમાં ફેંકી દીધા હતા. પોલીસની ટીમે સ્‍થળ તપાસ કરતા પુત્રીના શરીરના પગનો ભાગ મળ્‍યો હતો. જ્‍યારે બીજા અંગો નહેરમાં વહી ગયા હતા.
પોલીસે પુત્રીના પગનો ભાગ કબ્‍જે લીધો હતો અને બાદમાં ઘરમાં વધુ તપાસ કરતા સુરેશભાઈની પત્‍નીની લાશ કોથળામાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસ ખાતસને સિવિલ હાસ્‍પિટલમાં લઈ જવામા આવી છે અને આરોપી સુરેશભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરેશભાઈની નાની પુત્રી માનસિક રીતે દિવ્‍યાંગ છે. સેલવાસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં ઉત્‍સાહભેર જલારામ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment