October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દપાડામાં જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં વાર્ષિકોત્‍સવનું આયોજ કરવામાં આવ્‍યું હતું. દરમિયાન કેન્‍દ્ર શાળા દપાડાની 10 શાળાઓ, વાસોણાની 10 શાળાઓ અને અંગ્રેજી માધ્‍યમ દપાડા મળીને કુલ 21 શાળાઓનો વાર્ષિકોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો.
આ અવસરે શિક્ષણની ગુણવત્તા,નિપુણ ભારત, પર્યાવરણ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’, દેશભક્‍તિ, સ્‍વચ્‍છતા, આધુનિક સમસ્‍યાઓ જેવી થીમ ઉપર 16 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોની પ્રતિભાને નિહાળવા અને પ્રોત્‍સાહિત કરવા માટે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્‍લા, શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી અનિલ ભોયા, શ્રી રાજેન્‍દ્ર મોહિલે, શ્રી ગૌરાંગ વોરા, જિ.પં.ના શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારી, જિ.પં. સભ્‍ય શ્રી રમેશભાઈ માહલા, જિલ્લા પરિયોજના સંયોજક શ્રી સતિષભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર-ખાનવેલ શ્રી ગણેશ પાટીલ, દપાડા પંચાયતના સભ્‍યો, શાળાના આચાર્ય, શિક્ષકો, એકલવ્‍ય મોડલ રેસીડેન્‍સિયલ સ્‍કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વાલીઓ, ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ આયોજન દપાડા શાળાના આચાર્યા શ્રીમતી ડીમ્‍પલ પટેલ, વાસોણા શાળાના આચાર્યા શ્રીમતી અફસાના પટેલ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર વાસોણા કામિનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

‘અપકારનો બદલો ઉપકારથી વાળવો તેમાનવતાની ચરમ સીમા છે.’ વાત છે યુગાન્‍ડાના ક્રુર સરમુખત્‍યાર ઇદી અમીનની

vartmanpravah

Leave a Comment