Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

નાયલાપારડીની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મિઠાઈ આપી તેમની સાથે રીનાબેન પટેલ અને તેમના પતિ હરીશભાઈ પટેલે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણ જિલ્લા પંચાયતના સોમનાથ-એ વિભાગના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલે પોતાના જન્‍મદિવસની ઉજવણી શાળામાં આદિવાસી સમુદાયના બાળકો સાથે આગવી રીતે કરી હતી અને આ જરૂરિયાતમંદ બાળકોને ઠંડીની ઋતુ માટે સ્‍વેટરની પણ ભેટ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારી પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મદિન નિમિત્તે ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય તથા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મ દિવસનિમિત્તે ધોરણ-1 અને ધોરણ-રના બાળકોને સ્‍વેટર તથા બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. હાલ ઠંડીનો સમય આવી ગયો છે ત્‍યારે નાના બાળકો માટે સ્‍વેટર ખુબ ઉપયોગી હોય છે. બાળકો સ્‍વેટર આપતા તેઓ ખુબ આનંદિત થઈ ગયા હતા.
શાળાના સ્‍વેટર વિતરણ કાર્યક્રમમાં પરિયારી પંચાયતના ડેપ્‍યુટી સરંપચ શ્રી સંતોષભાઈ હળપતિ તથા ગામના યુવાનો જોડાયા હતા. આ શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી નવીનભાઈ સી.ધોડી તરફથી તેમને પુષ્‍પગુચ્‍છ આપી જન્‍મદિનની શુભકામના પાઠવી હતી. આ શાળાની શિક્ષિકા બહેનોએ આ કામમાં ખુબ સહકાર રહ્યો હતો.
આ શાાળાના બાળકોને ગરમ સ્‍વેટર તથા મીઠાઈ વહેંચી રીનાબેન પટેલે જન્‍મદિવસની ઉજવણી કરી તે ખુબ સરાહનીય કાર્ય છે શાળા પરિવારે આભાર માન્‍યો હતો.

Related posts

મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે યોજાયેલ દિવાળી સ્‍નેહ મિલન સમારંભમાં સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ પાછળ પ્રદેશના નાગરિકો, જન પ્રતિનિધિઓ તથા અધિકારીઓનો સહિયારો પ્રયાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment