Vartman Pravah
Other

તા.20 થી 24મી ડિસેમ્‍બર સુધી સુશાસન સપ્તાહ અંતર્ગત દીવની ચારેય ગ્રામ પંચાયતોમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ માર્ગદર્શનથી સમગ્ર તંત્ર ગામમાં જઈ ગ્રામવાસીઓની સમસ્‍યાનું નિરાકરણ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17
‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વ અને માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન દ્વારા દીવની જનતાના હિત માટે ‘ પ્રશાસન ગાવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત 20/12/2021 થી 24/12/2021 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે દરમિયાન દીવ જિલ્લાની ચારેય ગ્રામ પંચાયતોમાં અને ઘોઘાલા પંચાયત ચોક ખાતે કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છે કે, 20મી ડિસેમ્‍બરે સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે, 21મી ડિસેમ્‍બરે વણાંકબારા શિવ સદન ખાતે, 22મીડિસેમ્‍બરે બુચરવાડા ગ્રામ પંચાયત હોલ ખાતે, 23મી ડિસેમ્‍બરે ઝોલાવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે અને 24મી ડિસેમ્‍બરે ઘોઘલા પંચાયત ચોક ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમો દ્વારા દીવના ગ્રામીણ લોકોની સમસ્‍યાઓનું સ્‍થળ પર જ નિરાકરણ કરવામાં આવશે. દીવ જિલ્લાના પંચાયત વિસ્‍તારોમાં રહેતા લોકો માટે આ કાર્યક્રમ ખૂબજ મહત્‍વપૂર્ણ છે. આ કાર્યક્રમના માધ્‍યમથી દીવ પ્રશાસનની કચેરીઓ / વિભાગો તમારી વચ્‍ચે ઉપલબ્‍ધ રહેશે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જનહિતની વિચારસરણીને કારણે જ આ શક્‍ય બન્‍યું છે. જેમાં દીવ જિલ્લાની સરકારી કચેરીઓ, ગ્રામ પંચાયતો અને બેંકો દ્વારા પોતાના સ્‍ટોલો ઉભા કરવામાં આવશે.
આ સ્‍ટોલ પર દીવના ગ્રામીણ લોકોની સમસ્‍યાઓને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તે સમસ્‍યાઓનું સ્‍થળ પર જ નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.
આ અવસરે જિલ્લા પ્રશાસન દ્વારા દીવની ગ્રામ્‍ય જનતાને અપીલ કરવામાં આવી છે તેઓ પોત-પોતાની સમસ્‍યાઓ લઈ ‘પ્રશાસન ગાવ કી ઓર’ કાર્યક્રમ હેઠળ આયોજીત સુશાસન (ગુડ ગર્વંનેશ) સપ્તાહમાં લગાવવામાં આવનાર સંબંધિત કાર્યાલયો/ વિભાગોના સ્‍ટોલ ઉપર જઈ પોત-પોતાની સમસ્‍યાઓનું સ્‍થળ પર જ નિરાકરણ લાવે. આ કાર્યક્રમ દીવના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોનાહિતમાં કરવામાં આવનાર છે. તો વધુમાં વધુ સંખ્‍યામાં લોક આ કાર્યક્રમનો લાભ લે.

Related posts

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત અને સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment