September 1, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

પ્‍લાસ્‍ટિક પાઈપની આડમાં જથ્‍થો ભરાયેલો હતો : દારૂનીટ્રક મળીને રૂા.28.57 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ચાલકની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપી નજીક બગવાડા ટોલનાકા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે એક ટ્રકમાં પ્‍લાસ્‍ટિક પાઈપની આડમાં ભરેલ રૂા.16.92 લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડયો હતો. પાઈપ, ટ્રક અને દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.28.57 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે ગતરોજ સાંજના બગવાડા ટોલનાકા પાસે હોટલ ગીરીરાજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રક નં.એમ.એચ. 48 ડી.એફ. 4368 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કર્યું હતું.
ટ્રકમાં પ્‍લાસ્‍ટિક પાઈપ નીચે દારૂનો જથ્‍થો ભરેલો મળી આવેલ હતો. 7920 બોટલ કિ. 16.92 તથા પાઈપ અને ટ્રક મળી કુલ 28.57 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ટ્રક ચાલક અશોક બિન્‍સોઈની ધરપકડ કરી હતી તેમજ માલ મંગાવનાર સુરતના આરોપી વિજય બાબુલાલ પટેલની પણ મોડી રાતે પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્‍યો

vartmanpravah

Leave a Comment