Vartman Pravah
Breaking Newsવાપી

વાપી બગવાડા ટોલનાકા પાસેથી રૂા.16.92 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટ્રક ઝડપાઈ

પ્‍લાસ્‍ટિક પાઈપની આડમાં જથ્‍થો ભરાયેલો હતો : દારૂનીટ્રક મળીને રૂા.28.57 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ચાલકની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17
વાપી નજીક બગવાડા ટોલનાકા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે એક ટ્રકમાં પ્‍લાસ્‍ટિક પાઈપની આડમાં ભરેલ રૂા.16.92 લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડયો હતો. પાઈપ, ટ્રક અને દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.28.57 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે ગતરોજ સાંજના બગવાડા ટોલનાકા પાસે હોટલ ગીરીરાજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી ટ્રક નં.એમ.એચ. 48 ડી.એફ. 4368 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કર્યું હતું.
ટ્રકમાં પ્‍લાસ્‍ટિક પાઈપ નીચે દારૂનો જથ્‍થો ભરેલો મળી આવેલ હતો. 7920 બોટલ કિ. 16.92 તથા પાઈપ અને ટ્રક મળી કુલ 28.57 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે ટ્રક ચાલક અશોક બિન્‍સોઈની ધરપકડ કરી હતી તેમજ માલ મંગાવનાર સુરતના આરોપી વિજય બાબુલાલ પટેલની પણ મોડી રાતે પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

સેલવાસ ઝંડાચોક નજીકના આયશા એપાર્ટમેન્‍ટના વીજમીટરમાં જોરદાર ધડાકા બાદ લાગેલી આગ

vartmanpravah

દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહણે પશુનો શિકાર કરતો લાઈવ વિડિયો વાયરલ થયો

vartmanpravah

દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણની સરકારી સર્વોત્તમ ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘‘નશામુક્‍તિ”ના વિષય ઉપર ચિત્રકળા સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

Leave a Comment