April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

હાઈવે ઓથોરીટી સામે આંદોલને વેગ પકડયો: પારનેરા હાઈવે ઉપર યુથ કોંગ્રેસે ચક્કાજામ કર્યા

હાઈવે ઓથોરીટી વરસાદમાં ખાડા પૂરવામાં નિષ્‍ફળ રહેતા પ્રજામાં જનઆક્રોશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લામાં ગત સપ્તાહમાં માત્ર ચાર-પાંચ દિવસમાં 60 ઈંચ ઉપર વરસાદ ખાબકતા જનજીવન સહિત રોડ-રસ્‍તાઓમાં પુષ્‍કળ ખાનાખરાબી સર્જાઈ છે. તેમાં ખાસ કરીને નેશનલ હાઈવેની હાલત કંગાલ બની ચૂકી છે. કંગાલ હાઈવે ઉપર એક એક ફૂટે મસમોટા પડી ગયેલા ખાડા જીવલેણ બની ચુક્‍યા છે તેથી હાઈવે ઓથોરીટી હાઈવે ઉપર ખાડા મરામત કરવામાં તદ્દન નિષ્‍ફળ રહી છે તેથી જનઆક્રોશ ભભુકી ઉઠયો છે. નિર્દોષ વાહન ચાલકો ખાડાઓને લીધે જીવ ખોઈ રહ્યા છે. વાહનો પલટી મારી રહ્યા છે તેમ છતાં ઓથોરીટી કુંભકર્ણ નિદ્રાધિન રહેતા પ્રજામાં વ્‍યાપક આક્રોશ ફાટી નિકળ્‍યો છે. તેનો પડઘો આજે જિલ્લા યુવાકોંગ્રેસે પાડયો હતો. પારનેરા પાસે હાઈવે જામ કરી કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા.
વલસાડ જિલ્લા પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે અને કાર્યકરોએ હાઈવે ઓથોરીટીના કાન પકડવા માટે પારનેરા નજીક હાઈવે ચક્કાજામ કરી દીધો હતો. કાર્યકરો હાઈવે ઉપર બેસી જતા હાઈવેનો વાહનવહેવાર અટકી ગયો હતો. નેશનલ હાઈવેની કંગાલ હાલત બની ચૂકી છે. ચાર ચાર નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્‍યા છે. વાહનો પટકાઈ પલટી મારી રહ્યા છે છતાં હાઈવે ઓથોરીટી ખાડા પુરવા કે રોડ મરામતની જરા પણ તસ્‍કી નહી લેતા પ્રજાનો રોષ આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે.

Related posts

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પાસેથી રૂા.4,50,000 ના મુદ્દામાલ સાથે દારૂ ઝડપથી પારડી પોલીસ

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસની યુવતીએ ગીત પ્રોડયુસર બનવા સાથે સૌપ્રથમ ‘આબાદ’ ગીત લોન્‍ચ કર્યું

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

ખાનવેલ શાળામાં ઝોન લેવલ રંગોત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment